બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / budh asta 2024 in makar will give difficulties and loss to these people

Budh Asta 2024 / મેષ, મિથુન અને આ રાશિ માટે આખો એક મહિનો ભારે! બુધ અસ્ત થવાના કારણે થશે ભારે નુકસાન

Arohi

Last Updated: 12:13 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Asta 2024: જ્યોતિષમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. બુધ ગ્રહ ધન, વ્યાપાર, વાણી, બુદ્ધિ, તર્ક-સંવાદના કારક છે. 8 ફેબ્રુઆરી 2024એ બુધ અસ્ત થઈ રહ્યો છે અને 3 રાશિના લોકોને નુકસાન કરી શકે છે.

  • એક મહિના સુધી રહેશે મુશ્કેલીઓ 
  • બુધ અસ્તથી આ લોકોને થશે નુકસાન 
  • 8 ફેબ્રુઆરી 2024એ બુધ થશે અસ્ત 

બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર બુધે 1 ફેબ્રુઆરીએ ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે. બુધનું ગોચર દરેક લોકોના આર્થિક જીવન, કરિયર, વાણી-બુદ્ધિ, સંવાદ પર અસર કશે. પરંતુ હવે 8 ફેબ્રુઆરીએ બુધ મકર રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. કોઈ પણ ગ્રહનું અસ્ત થવું યોગ્ય નથી માનવામાં આવતું કારણ કે અસ્ત થવાથી ગ્રહની શક્તિ ક્ષીણ થઈ જાય છે. 

જોકે અસ્ત ગ્રહ પણ જીવન પર શુભ અને અશુભ પ્રભાવ કરે છે. 8 ફેબ્રુઆરીએ બુધ અસ્ત થશે અને 11 માર્ચે ઉદિત થશે. આ પ્રકારે લગભગ 1 મહિના સુધી મકર રાશિમાં બુધ અસ્ત સ્થિતિમાં રહેશે. અસ્ત બુધ 3 રાશિઓ માટે અશુભ ફળ આપી શકે છે. જેથી આ લોકોએ થોડુ સંભાળીને રહેવાની જરૂર છે. 

બુધ અસ્તનો નકારાત્મક પ્રભાવ 
મેષ 

બુધનું અસ્ત થવું મેષ રાશિના લોકો માટે સારૂ નથી. આ લોકોને ભાગ્યનો સાથ ઓછો મળશે. કામ પૂરા કરવા માટે રાહ જોવી પડી શકે છે. કાર્યસ્થળ પર થોડુ સંભાળીને રહેવાની જરૂર છે. સાથે જ નોકરી સાથે જોડાયેલો કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરવો પડશે. 

એકાગ્રતાની કમી, વાણીમાં કડવાસ નુકસાન આપી શકે છે. સાથે જ કોઈ સીનિયર સાથે વિવાહ થઈ શકે છે. ધન હાનિના યોગ છે. યાત્રામાં પણ નુકસાન થઈ શકે છે. વ્યાપારમાં તમારા પ્રતિસ્પર્ધી તમારા પર હાવી રહી શકે છે. 

મિથુન 
મિથુન રાશિના લોકોને અસ્ત બુધ ઘણા પ્રકારની સમસ્યાઓ આપી શકે છે. આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. પરિવાર કે સ્વાસ્થ્યના સ્તર પર સમસ્યાઓ આવી શકે છે. ભાગીદારીમાં બિઝનેસ કરનાર સંભાળીને કામ કરે. નુકસાન થવાના યોગ છે. સાથે જ બિઝનેસ કોમ્પિટીશનનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરનાર પણ પોતાને ફસાયેલા અનુભવી શકે છે. કામનો બોજો રહેશે. સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. 

વધુ વાંચોઃ ફેબ્રુઆરીમાં આ તારીખે જન્મેલા લોકોના જીવનમાં મચશે તાંડવ, જલદી નિર્ણય લેતા પહેલા પરિણામનું વિચારજો

સિંહ 
બુધ અસ્ત રહીને સિંહ રાશિના જાતકોને હાની આપી શકે છે. તમારે આર્થિક હાની થવાના યોગ બની રહ્યા છે. રોકાણ કે લેવડ-દેવડ સમજી વિચારીને કરો. નોકરીમાં નવી તક મળી શકે છે પરંતુ તેને સમજી વિચારીને મેળવો. કાર્યસ્થળમાં થોડુ સજાગ રહેવાની જરૂર છે. તમારા કામનું ક્રેડિટ કોઈ અન્યને મળી શકે છે. ઘરમાં ઝગડા, સ્ટ્રેસ થઈ શકે છે. તમારી સાથે છેતરપિંડી થઈ હોય તેવો અનુભવ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ