ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / BSNL revised rs. 1098 prepaid plan now offers 375GB data

ઑફર / BSNLએ રજૂ કર્યો ધમાકેદાર પ્રી-પેઇડ પ્લાન, હવે મળશે 375 GB ડેટા

Published By: Dhruv

Last Updated: 04:48 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ એક વાર ફરીથી પોતાનો લોકપ્રિય પ્રી-પેઇડ પ્લાનને અપડેટ કર્યો છે. BSNLના આ પ્લાનની કિંમત 1,098 રૂપિયા છે. જો કે એક લાંબા સમયનો આ પ્રી-પેઇડ પ્લાન છે. તમને જણાવી દઇએ કે BSNLનો આ પ્લાન 2016માં જિયોનાં લોન્ચિંગ સમયે જ રજૂ થયો હતો અને આ BSNLનો પહેલો પ્રી-પ્રેઇડ પ્લાન હતો કે જેમાં 84 દિવસોની મર્યાદા મળે છે. હકીકતમાં BSNLનો આ પ્લાન જિયોનાં 84 દિવસોનાં પ્લાનની ટક્કરમાં જ રજૂ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

BSNL Plan

BSNLનાં 1,098 રૂપિયાવાળા પ્લાનનાં ફાયદાઃ
BSNLનાં આ પ્લાનની ખાસિયતોની જો વાત કરીએ કો તેમાં સંપૂર્ણ રીતે અનલિમિટેડ કોલિંગ (Unlimited calling) મળે છે. એવામાં પ્રતિદિન આઉટગોઇંગ કોલિંગની કોઇ જ સીમા નથી. જો કે કંપનીએ આ પ્લાનની મર્યાદા જરૂર ઘટાડી દીધી છે. પહેલા આ પ્લાનમાં 84 દિવસો માટે અનલિમિટેડ કોલિંગની સાથે સાથે ફ્રી મેસેજિંગ મળતા હતા પરંતુ હવે આની સમયમર્યાદા 75 દિવસોની કરી દેવામાં આવી છે. BSNLના આ પ્લાનમાં હવે કુલ 375 GB ડેટા મળશે. એવામાં આ આપની ઉપર નિર્ભર કરે છે કે આપ આ ડેટાને 75 દિવસો સુધી ઉપયોગ કરે છે અથવા તો પછી એક દિવસમાં જ તેને ખતમ કરી નાખે છે.

BSNL prepaid plan

BSNLએ ખતમ કર્યો 'અનલિમિટેડ કોલિંગ':
ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસ પહેલા જ BSNLએ અનલિમિટેડ કોલિંગને ખતમ કરી નાખ્યું છે. BSNLનાં આ નિર્ણય બાદ કંપનીનાં ગ્રાહક હવે એક દિવસમાં માત્ર 250 મિનીટ જ કોલિંગ કરી શકશે, તેમ છતાં કોલિંગ કરવા પર ખર્ચ તો લાગશે જ. એવામાં ખાનગી કંપનીઓની જેમ જ BSNLએ સંપૂર્ણ રીતે અનલિમિટેડ કોલિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જો કે આ નિયમ કેટલાંક પસંદ કરાયેલા જ પ્લાન પર જ લાગુ થશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

BSNL Lifstyle Prepaid plan Technology Unlimited calling અનલિમિટેડ કોલિંગ પ્રી-પેઇડ પ્લાન Offer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ