બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / BSNLમાં 120 પદ પર ભરતી, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

તમારા કામનું / BSNLમાં 120 પદ પર ભરતી, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

Jinal Chauhan

Last Updated: 02:10 PM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL એ 2026 માટે 120 સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની પદ પર ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ હવે નજીક આવી ગઈ છે.

ભારતની મોટી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ વર્ષ 2026 માટે સીનિયર એક્ઝિક્યુટિવ ટ્રેની (SET) પદ પર ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા કુલ 120 જગ્યાઓ ભરવામાં આવશે. ઈચ્છુક અને લાયક ઉમેદવારો માટે 5 ફેબ્રુઆરી 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 માર્ચ 2026 છે.

કેટલા પદ પર ભરતી થશે?

આ ભરતીમાં કુલ 120 પદ છે. જેમાંથી 95 પદ ટેલિકોમ સ્ટ્રીમ માટે અને 25 પદ ફાઇનાન્સ સ્ટ્રીમ માટે છે. એટલે કે ઇન્જિનિયરિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રના યુવાઓ માટે આ સારી તક છે.

મહત્વની તારીખ

અરજી કરવાની પ્રક્રિયા 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ છે અને 7 માર્ચ 2026 સુધી ચાલશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ છેલ્લી તારીખની રાહ ન જુએ અને સમયસર અરજી કરી દે. અરજી કર્યા બાદ 8 માર્ચથી 15 માર્ચ 2026 સુધી કરેકશન વિન્ડો ખુલશે જેમાં ઉમેદવાર પોતાની અરજીમાં થયેલી ભૂલ સુધારી શકશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) 29 માર્ચ 2026 આસપાસ યોજાવાની શક્યતા છે.

ટેલિકોમ સ્ટ્રીમ માટે

ઉમેદવાર પાસે ફુલ ટાઈમ BE અથવા BTech ડિગ્રી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા જોઈએ. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, જો તેઓ સમયસર ડિગ્રી પૂર્ણ કરે.

ડિગ્રી નીચેના વિષયોમાં

  • ઇલેક્ટ્રોનિક્સ
  • ટેલિકમ્યુનિકેશન
  • કોમ્પ્યુટર સાયન્સ
  • IT
  • ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરિંગ

લાયકાત (ફાઇનાન્સ સ્ટ્રીમ)

ફાઇનાન્સ સ્ટ્રીમ માટે અરજી કરનાર ઉમેદવાર CA (Chartered Accountant) અથવા CMA (Cost Management Accountant) હોવો જરૂરી છે. આ લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ પદ માટે અરજી કરી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ દર મહિને ₹ 7૦૦૦ ની કમાણી? LICની એક એવી સ્કીમ, જે મહિલાઓના સપના કરશે સાકાર!

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારની ન્યૂનતમ વય 21 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ રાખવામાં આવી છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં CBT (કમ્પ્યુટર આધારિત પરીક્ષા) લેવામાં આવશે જેમાં MCQ પ્રકારના પ્રશ્નો હશે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને આગળના તબક્કા માટે પસંદ કરવામાં આવશે.

એપ્લિકેશન પ્રોસેસ

પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બધા દસ્તાવેજ સાચા હોવાનું ખાતરી થયા પછી અંતિમ નિમણૂક કરવામાં આવશે. ઉમેદવારો BSNLની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજી કરતી વખતે સાચી માહિતી આપવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Senior Executive Trainee posts BSNL jobs 2026 BSNL SET Recruitment 2026
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ