ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Jio, Airtel અને Viથી કેટલું અલગ છે BSNLનું 4G? શું 5Gને આપશે ટક્કર?, જાણો

ટેક / Jio, Airtel અને Viથી કેટલું અલગ છે BSNLનું 4G? શું 5Gને આપશે ટક્કર?, જાણો

Published By: Jinal Chauhan

Last Updated: 12:21 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSNL ની 4G સેવા શરૂ થવાથી ખાનગી કંપનીઓમાં તણાવ વધી ગયો છે. ભારત સંચાર નિગમ લિમિટેડનું 4G નેટવર્ક ખાનગી કંપનીઓ કરતા સંપૂર્ણપણે અલગ અને વધુ વિશ્વાસપાત્ર છે. કંપની 5G માટે પણ તૈયારી કરી રહી છે.

ADVERTISEMENT

BSNL એ સત્તાવાર રીતે તેની 4G સેવા શરૂ કરી છે. BSNL ની 4G સેવા શરૂ થતાંની સાથે જ કંપનીના 9 કરોડથી વધુ યુઝર્સને તેનો લાભ મળશે. પીએમ મોદીએ ઓડિશાથી BSNLની 4G સેવા શરૂ કરી છે, જેમાં કંપનીના અંદાજે 98 હજાર 4G મોબાઇલ ટાવર દ્વારા સેવા શરૂ કરવામાં આવી છે.

કંપની અંદાજે 1 લાખ નવા 4G મોબાઇલ ટાવર ઊભા કરશે. ઘણા લોકોને એવું થતું હશે કે એરટેલ, Jio, Vi 5G સેવા શરૂ કરી છે તો BSNL એ આટલા વર્ષો પછી 4G કેમ શરૂ કર્યું?

4જી નેટવર્કમાં શું છે ખાસ?

BSNLનું 4G નેટવર્ક ખાનગી કંપનીઓથી અલગ છે. સરકારી ટેલિકોમ કંપનીએ સ્વદેશી ટેકનીક પર વિશ્વાસ કર્યો છે. આ જ કારણ છે જેથી 4G સેવાઓ રોલ આઉટ કરવામાં સમય લાગ્યો છે. Jio, Airtel અને Vi જેવી કંપનીઓએ 4G સેવાઓ શરૂ કરવા માટે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. BSNLનું 4G નેટવર્ક સંપૂર્ણપણે 5G- રેડી છે, જેના કારણે ટૂંક સમયમાં 5G પર અપગ્રેડ કરવાનું શક્ય બને છે.

ક્યારે શરૂ થશે સર્વિસ?

BSNLના એક અધિકારીએ જણાવ્યું છે કે 2025ના અંત સુધીમાં દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં BSNLની 5G સેવા શરૂ થશે. આ સેવા સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત હશે. BSNLનું 5G રેડી 4G નેટવર્ક C-DoT, Tejas Network અને TCSની મદદથી બનાવવામાં આવ્યું છે. નેટવર્કના સાધનોથી લઈને સોફ્ટવેર સુધી બધું ભારતીય કંપનીઓએ ડિઝાઇન કર્યું છે.

vtv_app_add.width-800

સરકારની ડિજિટલ ભારત યોજના હેઠળ BSNLનું 4G નેટવર્ક બનાવવામાં આવ્યું છે. BSNLએ કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોમાં 4Gનું 90 થી 98 ટકા કવરેજ મેળવી લીધું છે. હવે BSNL પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે તૈયાર થઈ રહી છે.

આ પણ વાંચોઃ BSNLનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ 2.5GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

છેલ્લા દાયકામાં BSNLએ ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવ્યો હતો, પણ હવે કંપનીને ફરી મજબૂત બનાવવાનો સરકારનો પ્રયત્ન ચાલી રહ્યો છે. સરકાર BSNLના નેટવર્ક અપગ્રેડેશન પર ખાસ ધ્યાન આપી રહી છે જેથી વપરાશકર્તાઓને વધુ સારી કનેક્ટિવિટી મળી શકે.

જો BSNL આગામી મહિનાઓમાં 5G સેવા શરૂ કરે, તો તે પ્રાઇવેટ કંપનીઓ કરતા 40% સસ્તી સેવા આપે તેવી શક્યતા છે. સસ્તા પ્લાનને કારણે વપરાશકર્તાઓ ફરી BSNL તરફ વળે તેવી આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TelecomNews BSNL4G DigitalIndia

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ