બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ટિકિટ કપાયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીમાં વધારો, જાતીય શોષણના કેસમાં કોર્ટે આપ્યો મોટો ઝટકો

BREAKING / ટિકિટ કપાયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીમાં વધારો, જાતીય શોષણના કેસમાં કોર્ટે આપ્યો મોટો ઝટકો

Last Updated: 08:05 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે.

રેસલિંગ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે. આ સાથે બ્રિજ ભૂષણના સચિવ વિનોદ તોમર સામે આરોપો ઘડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવા માટે પૂરતા પુરાવા છે. બ્રિજ ભૂષણ સામે કલમ 354 (કોઇ મહિલાની ગરીમાને ઠેસ પહોંચડવાના ઇરાદાથી તેના પર હુમલો કે અપરાધિક બળનો ઉપયોગ), 354-A (જાતીય સતામણી) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે વિનોદ તોમર સામે કલમ 506(1) હેઠળ આરોપો ઘડવાના પુરાવા છે.

6 મહિલા રેસલર્સે યૌન શોષણના આરોપ લગાવ્યા છે

15 જૂન, 2023ના રોજ, દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ સિંઘ સામે કલમ 354, 354-A (જાતીય સતામણી), 354-D (પીછો કરવો), હેઠળ કેસ નોંધ્યો હતો. કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભાજપના સાંસદ પર છ કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેમની ફરિયાદના આધારે પોલીસે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી.

આ પણ વાંચોઃ પ્રજવ્લ રેવન્ના સેક્સ સ્કેન્ડલમાં મોટો ટ્વિસ્ટ, હવે પીડિતાએ કર્યો નવો દાવો, તો પછી હવે શું?

સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી હતી

ફરિયાદીઓએ અગાઉ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. 26 એપ્રિલે કોર્ટે બ્રિજ ભૂષણ દ્વારા કેસની વધુ તપાસ માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ