Jawan Box Office Collection: શાહરૂખ ખાન-નયનતારાની જોડી જવાનમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ધમાલ મચાવી રહી છે.
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે જવાન
900 કરોડ પહોંચવા આવી ફિલ્મની કમાણી
તૂટી જશે એસ એસ રાજામૌલીની ફિલ્મનો રેકોર્ડ?
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ સારો સાબિત થયો છે. આ વર્ષે તેમની બે ફિલ્મો આવી અને બન્ને ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. પઠાને દુનિયાભરમાં એક હજાર કરડોથી વધુની કમાણી કરી હતી. પરંતુ તેમની ફિલ્મ જવાન તેનાથી બેઘણી સ્પીડથી વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર દોડી રહી છે.
ગદર-2 સહિત ઘણી ફિલ્મોને પાછળ છોડનાર શાહરૂખ ખાનની ફિલ્મ દુનિયાભરમાં હવે 900 કરોડ કમાણીના નજીક પહોંચ ચુકી છે. આવનાર દિવસોમાં આ કેજીએફ-2ની સાથે સાથે એસ એસ રાજામૌલીની ફિલ્મનો પણ રેકોર્ડ બ્રેક કરી શકે છે.
દુનિયાભરમાં જવાને અત્યાર સુધી કરી લીધી છે આટલી કમાણી
શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની ડોમેસ્ટીક લેવલ પર બોક્સ ઓફિસ પર કમાણી દિવસેને દિવસે ઓછી થઈ રહી છે. પરંતુ વર્લ્ડવાઈડ નિશ્ચિત રીતે આ ફિલ્મ ગદર મચાવી રહી છે. આ ફિલ્મનો રવિવારે સિંગલ ડે પર લગભગ 800 કરોડ બિઝનેસ દુનિયાભરમાં થયો હતો.
જવાન તોડશે RRRને રેકોર્ડ
શાહરૂખ ખાનની ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે. તેનાથી એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ જલ્દી જ 900 કરોડનો આંકડો પાર કરી જશે. સાથે જ ફિલ્મ KGF-2ના 1100 કરોડ અને RRRના 1316 કરોડના રેકોર્ડ બ્રેક કરી શકશે કે નહીં તે જોવું રહ્યું.