બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Boss Receives Late-Night Drunk Text From Employee, Their Wholesome Chat Is Now Viral

આવું કોણ કરે ભાઈ / રાતે 2 વાગ્યે ફૂલ દારુ પીને બોસને કર્યો મેસેજ, લખ્યું એવું કે સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Hiralal

Last Updated: 04:35 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કર્મચારીએ રાતે બે વાગ્યે દારુ પીઈને પોતાના સાહેબને મેસેજ કર્યો હતો જેમાં તેણે બોસના વખાણ કર્યાં હતા.

  • રાતે બે વાગ્યે કર્મચારીએ દારુ પીને બોસને કર્યો મેસેજ
  • પોતાનામાં વિશ્વાસ કરવા બદલ બોસનો આભાર માન્યો 
  • મેસજ કરનારે બોસને કહ્યું, હું નસીબદાર તમારા જેવા સાહેબ મળ્યાં 

સામાન્ય રીતે, લોકોને બોસ વિશે જુદી જુદી લાગણીઓ હોય છે. તેઓ તેને જુદી જુદી રીતે પણ વ્યક્ત કરે છે. એક કર્મચારીએ બોસ પ્રત્યેની લાગણી આ રીતે વ્યક્ત કરી હતી, જે વાયરલ થઇ ગઇ હતી. ખાસ વાત એ છે કે આ કર્મચારી નશાની હાલતમાં હતો અને તેણે રાત્રે 2 વાગે પોતાના બોસને મેસેજ કર્યો હતો. આ મેસેજમાં તેણે પોતાનામાં વિશ્વાસ કરવા બદલ બોસનો આભાર માન્યો હતો. તેણે પોતાને પણ નસીબદાર ગણાવ્યો હતો કે તેને આટલો સારો મેનેજર મળ્યો છે.

બોસે ટ્વિટર પર શેર કર્યો કર્મચારીનો મેસેજ 
કર્મચારીએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે બોસ, મેં દારૂ પીધો છે, પરંતુ મારે તમને આ વાત કહેવી છે. મારામાં વિશ્વાસ કરવા બદલ આભાર. મને હંમેશાં વધુ સારું કરવાનું કહેવા બદલ આભાર. કર્મચારીએ આગળ લખ્યું છે કે સારી કંપની કરતાં સારો મેનેજર શોધવો વધુ મુશ્કેલ છે. તેથી જ હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ પછી, તેણે સ્માઇલી મોકલી. બાદમાં બોસે પોતાના કર્મચારીનો આ પત્ર ટ્વીટર પર શેર કર્યો હતો. ટ્વિટર પર શેર થતાં જ મોટી સંખ્યામાં લોકોએ તેનો જવાબ આપ્યો હતો.

લોકોએ કહ્યું- કાશ અમને પણ આવો બોસ  મળે તો 
લોકોએ બોસની પોસ્ટ પર આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમનો પણ આવો જ બોસ હોય. એક યુઝરે લખ્યું, "હું ઈચ્છું છું કે તમે પણ મારા બોસ હોત." તમે જે પણ બોસ છો તે ખૂબ નસીબદાર છે. તમે ખરેખર કંઈક સારું કરી રહ્યા છો. એક યુઝરે લખ્યું કે સામાન્ય રીતે લોકોને બોસ પ્રત્યે ખટાશ હોય છે. પરંતુ તમે એક સારા વ્યક્તિ લાગો છો. ત્રીજા યુઝરે લખ્યું કે લોકો દારૂ પીને સાચું બોલે છે. તમારી પ્રશંસા બતાવે છે કે તમે કંઈક ખૂબ જ સારું કરી રહ્યા છો. શેર કરવા બદલ આભાર. પાછળથી બોસે પોતાના વિશે અને તેણે ટીમનું નિર્માણ કેવી રીતે કર્યું તે વિશે પણ વાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ