ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO: રહી રહીને ઉપડ્યું! અમિતાભ બચ્ચને સ્ટાફને આપી બોનસ, રકમ પર નેટિઝન્સે 'બિગ બી'ને કર્યા ટ્રોલ

મનોરંજન / VIDEO: રહી રહીને ઉપડ્યું! અમિતાભ બચ્ચને સ્ટાફને આપી બોનસ, રકમ પર નેટિઝન્સે 'બિગ બી'ને કર્યા ટ્રોલ

Published By: Nidhi Panchal

Last Updated: 11:45 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બીના બોનસે મચાવ્યો બબાલ! શું ખરેખર અમિતાભે આપ્યા ફક્ત ₹10 હજાર? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ઉભા કરી રહ્યો છે અનેક સવાલો, લોકો કહી રહ્યા છે – “આટલી મોટી હસ્તી અને ફક્ત એટલોજ બોનસ?”

ADVERTISEMENT

દિવાળીના તહેવાર પછી સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલીવુડના શહેન્શાહ અમિતાભ બચ્ચને પોતાના સ્ટાફને દિવાળી બોનસ તરીકે ₹10 હજાર રોકડ અને મીઠાઈનું બોક્સ આપ્યું છે. આ વીડિયો બહાર આવતા જ નેટિઝન્સમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો છે. ઘણા લોકો આ પરિસ્થિતિને લઈને 'બિગ બી'ને ટ્રોલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક ફેન્સ તેમને ડિફેન્ડ કરી રહ્યા છે.

Diwali

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર કોન્ટેન્ટ ક્રિએટરે પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તે અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાની બહાર ઉભો છે. એ દરમિયાન ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ, જે અમિતાભના સ્ટાફનો હોવાનું કહેવાય છે, તેની સાથે વાતચીત કરે છે. સાગર કહે છે, “તમે જોઈ શકો છો કે અહીં મીઠાઈ વહેંચાઈ રહી છે અને પૈસા પણ આપવામાં આવી રહ્યા છે.” ત્યારબાદ તે વ્યક્તિને પૂછે છે કે, “તમને કેટલા રૂપિયા મળ્યા?” તો તે જવાબ આપે છે, “10 હજાર રૂપિયા મળ્યા છે.” તે વ્યક્તિ પોતાના હાથમાં મીઠાઈનું બોક્સ અને એક કવર પણ બતાવે છે. વીડિયો પોસ્ટ કરનાર સાગર ઠાકુર કહે છે કે આ વ્યક્તિ અમિતાભ બચ્ચનનો સ્ટાફ છે.

vtv app promotion

વીડિયો પર ભારે પ્રતિક્રિયા

આ વીડિયો બહાર આવતા જ સોશિયલ મીડિયા પર નેટિઝન્સે ભારે પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સ કહે છે કે “આટલી મોટી હસ્તી અને ફક્ત 10 હજાર?” જ્યારે અન્ય લોકો કહે છે કે “પૈસાથી મોટું બોનસ છે એક્ટર સાથે કામ કરવાનો ગૌરવ.” કેટલાક લોકોએ તો અમિતાભ બચ્ચનની સરખામણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ સાથે કરી છે. ઘણા લોકોએ પોતાના ઓફિસ કે દુકાનમાં મળેલા દિવાળી બોનસની પણ સરખામણી કરી છે અને મજાકીય કોમેન્ટ્સ કર્યા છે.

વીડિયોની પુષ્ઠી થઇ નથી

જોકે, આ વીડિયોની પ્રમાણિકતા સ્પષ્ટ નથી, કારણ કે અમિતાભ બચ્ચન તરફથી કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સને લઈને લોકોમાં બે મત જોવા મળી રહ્યા છે – કેટલાક તેને ફેક ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને સાચું માનીને ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચો : 30 વર્ષ બાદ ફરી Rangeela થશે રિ-રીલીઝ, તારીખ થઈ જાહેર, ચાહકોમાં આતુરતા વધી

બીજી તરફ, વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ’ની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ‘સેક્શન 84’, ‘કલ્કી 2898 AD’, ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ’ અને ‘રામાયણ પાર્ટ 1’ જેવી ફિલ્મોમાં પણ દેખાશે. દિવાળી પછી બિગ બીના આ બોનસ વીડિયો પર ચાલતી ચર્ચા બતાવે છે કે લોકો હજી પણ તેમની દરેક નાની-મોટી હરકત પર નજર રાખે છે. હવે જોવું રહ્યું કે આ વીડિયો સાચો છે કે ફક્ત સોશિયલ મીડિયાનો એક હાઇપ!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Diwali Bonus Viral Video

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ