ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફિલ્મ 'Haq'ના વિવાદ વચ્ચે શાહબાનોની દીકરીને કોર્ટનો ઝટકો, આવી ગઇ રિલીઝ ડેટ
Last Updated: 03:17 PM, 6 November 2025
ADVERTISEMENT
શાહ બાનો કેસ પર આધારિત ફિલ્મ ‘હક’ રિલીઝ પહેલા જ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. શાહ બાનોના પરિવારજનો અને ખાસ કરીને તેમની પુત્રી સિદ્દીકી બેગમ ખાનએ કોર્ટમાં અરજી કરીને આ ફિલ્મ સામે મનાઈ હુકમ (સ્ટે ઓર્ડર) માંગ્યો હતો. તેમના કહેવા મુજબ ફિલ્મમાં તેમની માતાના જીવનની ઘટનાઓને પરવાનગી વિના અને ખોટા રીતે દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT

પરંતુ હવે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે આ મામલે ફિલ્મના નિર્માતાઓને મોટી રાહત આપી છે. બુધવારે જાહેર કરાયેલા ચુકાદામાં, ન્યાયાધીશ પ્રણય વર્માએ સિદ્દીકી બેગમ ખાન દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવી દીધી છે. એટલે કે, હવે ફિલ્મ ‘હક’ના રિલીઝ પર કોઈ કાનૂની પ્રતિબંધ રહેશે નહીં. ફિલ્મ 7 નવેમ્બરના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફિલ્મના નિર્માતા જંગલી પિક્ચર્સ તરફથી વકીલો ઋત્વિક ગુપ્તા અને અજય બગરિયાએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ ફિલ્મ સંપૂર્ણપણે એક કાલ્પનિક વાર્તા છે. તેનું હેતુ કોઈ વ્યક્તિ કે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. ફિલ્મ ફક્ત સુપ્રીમ કોર્ટના શાહ બાનો કેસથી પ્રેરિત છે, પરંતુ ફિલ્મની બાકી વાર્તા નાટ્યરૂપમાં કલ્પિત રીતે રજૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોર્ટે પણ આ દલીલોને માન્યતા આપી. ન્યાયાધીશે કહ્યું કે કોઈ વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન જે પ્રતિષ્ઠા કે ગોપનીયતા મેળવી હોય, તે તેમના મૃત્યુ પછી વારસામાં મળતી નથી. એટલે કે, શાહ બાનોના પરિવારજનો તેમની તરફથી કાનૂની દાવો કરી શકતા નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
સાથે જ, કોર્ટએ ફિલ્મના ડિસ્ક્લેમરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ફિલ્મની શરૂઆતમાં સ્પષ્ટ લખેલું છે કે આ એક નાટ્યકરણ અને કાલ્પનિક કૃતિ છે. તે એક પુસ્તક પર આધારિત છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી માત્ર પ્રેરિત છે. તેથી એવું કહેવું યોગ્ય નથી કે ફિલ્મ ખોટી માહિતી પર આધારિત છે. કોર્ટના મત મુજબ, કલ્પના અને પ્રેરણાથી બનેલી કૃતિઓને અમુક હદ સુધી છૂટછાટ આપવી જરૂરી છે, કારણ કે તે સર્જનાત્મક સ્વતંત્રતાનો ભાગ છે.
મંગળવારે આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટએ નિર્ણય અનામત રાખ્યો હતો, જે બુધવારે જાહેર થયો. આ ચુકાદો ફિલ્મના નિર્માતાઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે. હવે ફિલ્મ ‘હક’ રિલીઝ થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, અને દર્શકો હવે કોઈ કાનૂની અવરોધ વિના શાહ બાનો કેસથી પ્રેરિત આ ફિલ્મનો આનંદ લઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital