બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood salman shahrukh khan wish eid mubarak to fans from their home watch these videos
Last Updated: 11:57 PM, 11 April 2024
આજે ઈદની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. બોલિવૂડ સેલેબ્સે આ અવસર પર તમામને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ ચાહકો હંમેશા ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા હીરો સલમાન અને શાહરૂખ ખાનની એક ઝલકની રાહ જોતા હોય છે. જ્યારે સલમાને પોતાના ચાહકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તો શાહરૂખ ખાને મન્નતની છત પર પોતાની સ્ટાઈલમાં અભિવાદન ઝીલ્યું હતું. કિંગ ખાને પોતે ઈદના અવસર પર ચાહકો સાથે સમય વિતાવ્યો હતો. સલમાન ખાન પણ ચાહકોને અભિનંદન આપવા બાલ્કનીમાં આવ્યા હતાં.
ADVERTISEMENT
સલમાન ખાન ઈદની શુભેચ્છા
સલમાન ખાને આજે તેમની ફિલ્મ સિકંદરની જાહેરાત કરીને ચાહકોને ઈદ પર ભેટ આપી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં તેઓ પરિવાર સાથે ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે સલમાને સફેદ કપડામાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈદના અવસરે શાહરૂખે બાલ્કનીમાં ઉભા રહી અભિવાદન ઝીલ્યું
દર વર્ષે ઈદના અવસર પર શાહરૂખ ખાન તેના ચાહકોની સામે આવે છે. આ વખતે પણ પોતાનું વચન નિભાવતા અભિનેતા મોડો આવ્યો અને મન્નતની બાલ્કની તરફ હાથ લંબાવ્યો. ચાહકોએ આભાર માન્યો. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ સમયનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન સફેદ પઠાણી કુર્તામાં ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જુઓ આ વિડિયો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.