ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'પુરુષોને પણ પીરિયડ પેનનો અનુભવ થવો જોઈએ' રશ્મિકા મંદાના આવું બોલીને ફસાઈ

મનોરંજન / 'પુરુષોને પણ પીરિયડ પેનનો અનુભવ થવો જોઈએ' રશ્મિકા મંદાના આવું બોલીને ફસાઈ

Published By: Nidhi Panchal

Last Updated: 07:28 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશ્મિકા મંદાન્નાનું નિવેદન વાયરલ: “પુરુષોને પણ માસિક ધર્મનો દુખાવો થવો જોઈએ” — શું બોલી અભિનેત્રી?

ADVERTISEMENT

બોલીવુડ અને દક્ષિણ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાન્ના ફરી એક વાર ચર્ચામાં આવી છે. એક બાજુ તે પોતાના લગ્નને લઈને હેડલાઈન્સમાં છે, તો બીજી બાજુ તેના એક નિવેદને સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. હકીકતમાં, રશ્મિકા મંદાન્ના ટૂંક સમયમાં દક્ષિણના લોકપ્રિય અભિનેતા વિજય દેવેરાકોંડા સાથે લગ્ન બંધનમાં બંધાવાની છે. રિપોર્ટ્સ મુજબ બંને ફેબ્રુઆરી 2026માં લગ્ન કરશે અને તેમનું ડેસ્ટિનેશન વેડિંગ ઉદયપુરમાં યોજાશે. ચાહકો આ કપલના લગ્નને લઈને ખુબ ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

rashmika-mirror-work-sadi

પણ આ ખુશીના વચ્ચે રશ્મિકા એક વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં તે એક ટોક શોમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી, જ્યાં તેણે એક એવો સ્ટેટમેન્ટ આપ્યો કે જે પછીથી ભારે ચર્ચાનો વિષય બની ગયો. રશ્મિકાએ કહ્યું – “હું ઈચ્છું છું કે પુરુષોને પણ એક વાર માસિક ધર્મનો દુખાવો અનુભવવો જોઈએ. જેથી તેઓ સમજી શકે કે સ્ત્રીઓ દર મહિને કેવી પીડામાંથી પસાર થાય છે. ક્યારેક આ પીડા એટલી વધારે હોય છે કે સ્ત્રીઓ ભાંગી પણ પડે છે.”

આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રશ્મિકાની ક્લિપ વાયરલ થઈ ગઈ. અનેક લોકો તેના આ વિચારોનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે ઘણા તેને ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહે છે કે સ્ત્રીઓ પણ પુરુષો સામેની માનસિક અને સામાજિક દબાણને સમજી શકતી નથી. એક X (પૂર્વ Twitter) યુઝરે લખ્યું, “રશ્મિકાએ જે કહ્યું તે તેના દૃષ્ટિકોણથી યોગ્ય છે, પણ દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો છે. પુરુષોની પીડા પણ અલગ છે.”

vtv app promotion

આ વિવાદ વધતો જતા રશ્મિકા મંદાન્નાએ પોતાનો પ્રતિસાદ આપ્યો. તેણે કહ્યું, “મને હવે શો અને ઇન્ટરવ્યુમાં જવાથી ડર લાગે છે. મારો મતલબ કંઈક અલગ હતો, પરંતુ લોકો એ વાતને અલગ રીતે લઈ ગયા.” રશ્મિકાએ વધુમાં કહ્યું કે તેનો હેતુ માત્ર એટલો હતો કે પુરુષો પણ સ્ત્રીઓની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકે. તેણીએ ઉમેર્યું, “ક્યારેક હોર્મોનલ અસંતુલનને કારણે સ્ત્રીઓ પોતાને પણ સમજી શકતી નથી. જો પુરુષોને પણ આ અનુભવ થાય, તો તેઓ પણ અમારું દુખ સમજી શકશે.”

આ પણ વાંચો : જોલી LLB 3 ની OTT રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે અક્ષય કુમારની ફિલ્મ

હવે આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમાઈ ગઈ છે. કોઈ તેને સ્ત્રીઓની અવાજ ગણાવે છે તો કોઈ તેને અનાવશ્યક વિવાદ કહે છે. પરંતુ એક વાત ચોક્કસ છે — રશ્મિકા મંદાન્ના હંમેશા પોતાના સ્પષ્ટ વિચારો અને નિડર સ્વભાવ માટે જાણીતી છે, અને આ વખતે પણ તે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udaipur Destination Wedding Rashmika Mandanna Vijay Deverakonda

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ