બ્રેકિંગ ન્યુઝ
Pankaj Dheer Passed Away : બી.આર. ચોપરાના યાદગાર ટેલિવિઝન શો મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું નિધન (Pankaj Dheer Passed Away) થયું છે. પંકજ નાના પડદાથી લઈને મોટા પડદા સુધી સિલ્વર સ્ક્રીનનો એક જાણીતો ચહેરો હતો. તેમનું 68 વર્ષની વયે અવસાન થયું છે.
ADVERTISEMENT
પંકજ ધીર બીઆર ચોપરાની મહાભારત ઉપરાંત ઘણા અન્ય મહત્વના પાત્રો પણ ભજવ્યા છે. પંકજ ધીરે 1981માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ સૌપ્રથમ પૂનમમાં દેખાયા હતા, ત્યારબાદ સૌગંધ, સનમ બેવફા, સડક અને આશિક આવારા જેવી ફિલ્મોમાં દેખાયા હતા.
ADVERTISEMENT
ટેલિવિઝન જગતમાં, તેમણે 'મહાભારત', 'ઝી હોરર શો' 'અનહોની' અને 'કાનૂન' જેવા શોમાં તેમની ભૂમિકાઓ માટે ધ્યાન ખેંચ્યું છે. કર્ણ ઉપરાંત તેમણે ચંદ્રકાંતમાં રાજા શિવદત્તની ભૂમિકા માટે પણ પ્રશંસા મળી હતી. મહાભારતમા અભિનેતા ફિરોઝ ખાન અર્જુનની ભૂમિકા માટે એકદમ યોગ્ય હતા. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે પંકજને શરૂઆતમાં અર્જુનની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
એવું કહેવાય છે કે પંકજ ધીરને શરૂઆતમાં ડૉ. રાહી માસૂમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્મા દ્વારા અર્જુનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. તેમને આ રોલ ઓફર થઈ ચૂક્યો હતો. પંકજ તેનાથી ખૂબ ખુશ હતા. પરંતુ થોડા મહિના પછી, બી.આર. ચોપરાએ પંકજ ધીરને તેમની ઓફિસમાં મળવા બોલાવીને કહ્યું કે, જો તેઓ આ રોલ ભજવવા માંગતા હોય, તો પહેલા તેમણે પોતાની મૂછો મુંડાવવી પડશે. આ વાતથી તેઓ ચોંકી ગયા હતા. કાળજીપૂર્વક અને ઘણો વિચાર કર્યા પછી, તેમણે આ રોલની ના પાડી દીધી.
વધુ વાંચો : મોટા સમાચાર : મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું અવસાન થતાં ચારે તરફ શોક, કેન્સર સામેનો જંગ હાર્યાં
ADVERTISEMENT
પંકજ ધીર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ ઘણા વર્ષોથી આ રોગ સામે લડી રહ્યા હતા, પરંતુ થોડા મહિના પહેલા કેન્સર ફરી ઉભરી આવ્યું અને તેમની તબિયત ઝડપથી બગડી ગઈ. તેમણે કેન્સરની મોટી સર્જરી પણ કરાવી હતી પરંતુ તેઓ 15 ઓક્ટોબર કેન્સર સામેનો જંગ હારી ગયા અને આખરે મરણને શરણ થયાં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.