બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મોટા સમાચાર : મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું અવસાન થતાં ચારે તરફ શોક, કેન્સર સામેનો જંગ હાર્યાં
Last Updated: 02:10 PM, 15 October 2025
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીઆર ચોપરાની જાણીતી સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરનું 69 વર્ષની ઉંમરે કેન્સરથી અવસાન થતાં ચારે તરફ શોક છવાયો હતો. ચાહકો અને કલાકારો આ સમાચાર સાંભળીને રડી પડ્યાં હતા. તેમના અવસાનને પગલે ટીવી જગતમાં એક યુગ પૂરો થયો છે.
ADVERTISEMENT
ઘણા સમયથી કેન્સરની બીમારી હતી
પંકજ ધીર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ ઘણા વર્ષોથી આ રોગ સામે લડી રહ્યા હતા, પરંતુ થોડા મહિના પહેલા કેન્સર ફરી ઉભરી આવ્યું અને તેમની તબિયત ઝડપથી બગડી ગઈ. તેમણે કેન્સરની મોટી સર્જરી પણ કરાવી હતી પરંતુ તેઓ 15 ઓક્ટોબર કેન્સર સામેનો જંગ હારી ગયા અને આખરે મરણને શરણ થયાં.
ADVERTISEMENT
આજે સાંજે 4.30 વાગ્યે અંતિમ સંસ્કાર
સિને અને ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશને તેમના અવસાન પર એક સત્તાવાર નિવેદન બહાર પાડતાં લખ્યું કે ખૂબ દુઃખ અને શોક સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારા ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને CINTAA ના ભૂતપૂર્વ માનદ મહાસચિવ શ્રી પંકજ ધીરજીનું 15 ઓક્ટોબર 2025 ના રોજ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે પવન હંસ, વિલે પાર્લે, મુંબઈ ખાતે કરવામાં આવશે.
ADVERTISEMENT
કેવી રીતે મળી કર્ણની ભૂમિકા
પંકજે ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં ઘણું કામ કર્યું હતું પરંતુ તેમને 1988માં રિલીઝ થયેલી બી.આર. ચોપરાની મહાભારતથી ખ્યાતિ મળી હતી આ શોમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી જેને કારણે તેઓ ખૂબ ફેમસ થયા. લોકોને તેમનું કર્ણનું આ પાત્ર ખૂબ ગમ્યું. પંકજે ખુલાસો કર્યો કે તેમણે શરૂઆતમાં અર્જુનની ભૂમિકા માટે ઓડિશન આપ્યું હતું અને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, તેમનું ઓડિશન સારું રહ્યું હોવા છતાં આ ભૂમિકા ફિરોઝ ખાનને મળી. કારણ સમજાવતા, પંકજે કહ્યું કે નિર્માતાઓ ઇચ્છતા હતા કે તે બૃહન્નલાના પાત્ર માટે તેની મૂછો મૂંડાવી નાખો પરંતુ મૂછો ન મૂંડાવી પરિણામે બીઆર ચોપરાએ ગુસ્સે થઈને તેમને કાઢી મૂકયાં. જોકે 6 મહિના પછી યશ ચોપરાને ભૂલનું ભાન થયું અને તેમણે કર્ણના પાત્ર માટે પંકજ ધીરને લઈ લીધા.
ADVERTISEMENT
ચંદ્રકાંતા સીરિયલ પણ થઈ ખૂબ ફેમસ
મહાભારતના કર્ણની ઉપરાંત પંકજ ધીરે ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સીરિયલમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો હતો.
ADVERTISEMENT
કોણ છે પરિવારમાં
ADVERTISEMENT
પંકજના અંગત જીવનની વાત કરીએ તો, તેઓ તેમની પત્ની અનિતા ધીર અને પુત્ર નિકિતિન ધીરને છોડી ગયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.