ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ભારત / 1,22,000થી નીચે ઉતરીને સીધું 77,700 રુપિયા સુધી સસ્તું થશે સોનું! એક્સપર્ટે આપ્યાં રાહતના સમાચાર
Last Updated: 02:28 PM, 8 October 2025
ADVERTISEMENT
હાલમાં સોનાનો ભાવ 1.22 લાખથી વધુ છે પરંતુ આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આગામી સમયમાં સોના રાહત મળી શકે તેમ છે કે નહીં? સોનામાં રાહતને લઈને એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે જે
ADVERTISEMENT
તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં અસાધારણ ઉછાળો
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોના અને ચાંદીના ભાવમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને બજારોમાં બંને કિંમતી ધાતુઓ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. દિવાળી જેવા મુખ્ય તહેવારો પહેલા રોકાણકારો વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, નિષ્ણાતો હવે રોકાણકારોને ચેતવણી આપી રહ્યા છે કે વર્તમાન તેજી ટકાઉ નથી અને ટૂંક સમયમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે.
ADVERTISEMENT
સોનોનો ભાવ ઘટીને થઈ જશે ₹77,700
PACE 360 ના સહ-સ્થાપક અમિત ગોયલે કહ્યું કે હાલની તેજી હવે તેના અંતિમ તબક્કામાં છે. જો ભાવ ઘટે છે, તો સોનાના ભાવ ₹122,000 પ્રતિ 10 ગ્રામથી ઘટીને ₹77,700 થઈ શકે છે. અમિત ગોયલ માને છે કે જો સોનું ઘટીને $2,600-$2,700 પ્રતિ ઔંસ થઈ જાય, તો રોકાણ કરવાનો આ સારો સમય હશે. આવા સ્તરે, સોનું ફરી એકવાર સલામત અને આકર્ષક રોકાણ સાબિત થઈ શકે છે. આગામી 2-3 વર્ષમાં અમેરિકામાં ઊંડી મંદી આવી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : દિવાળી પહેલા ખુશખબર, PF ખાતા ધારકોને સીધો 21,000નો લાભ, બસ કરવું પડશે આ નાનકડું કામ
આજે સોનું ફરી મોંઘું
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 8 ઓક્ટોબરે સોનું ફરી મોંઘું થયું છે. 24 કેરેટ (10 ગ્રામ) સોનાનો ભાવ 1.22 લાખથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 1.23 લાખની આસપાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.