બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:29 PM, 7 February 2024
ADVERTISEMENT
ફિલ્મ જાને તૂ યા જાને નાથી ફેમસ થયેલ ઈમરાન ખાનને ઘણા સમયથી ફિલ્મોથી દૂર બનાવી લીધી છે. હવે ફિલ્મો અને લાઈમલાઈટથી દૂર એક્ટરનું જીવન ખૂબ જ બદલાઈ ગયું છે. એક્ટરે હાલમાં જ જણાવ્યું કે કેવી રીતે કામ ન હોવાના કારણે તેમને પોતાનો બંગલો છોડવો પડ્યો. લક્ઝરી ગાડી વેચવી પડી.
ADVERTISEMENT
કેમ છોડી ફિલ્મો?
એક ઈન્યરવ્યૂમાં ઈમરાને કહ્યું, "વર્ષ 2016થી મારી લાઈફમાં જે ફેઝ દેખાવવાનો શરૂ થયો. હું અંદરથી તૂટી ગયો. સારી વાત એ રહી કે હું ઈન્ડસ્ટ્રીમાં કમ કરી રહ્યો હતો અને તેના માટે મને પૈસા મળી રહ્યા હતા. તો હું 30 વર્ષનો થયો ત્યાં સુધી મને પૈસાની ચિંતા ન હતી. તેનું કારણ મારૂ કરિયર ન હતું અને મને લાગ્યું બસ આજ મારા માટે પુરતુ છે. આવી જ રીતે મને સીરિયસલી લેવા જોઈએ. હું દિકરી માટે પોતાનું બેસ્ટ વર્ઝન બનવા માંગતો હતો."
ઘર અને ગાડી વેચી
ઈમરાને આગળ જણાવ્યું કે હવે તેમની લાઈફ ખૂબ જ બદલાઈ ગઈ છે. પહેલા તે જ્યાં પાલી હિલના મોટા બંગલામાં રહેતા હતા. ત્યાં જ કે હવે બાંદ્રાના એક એપોર્ટમેન્ટમાં રહેલા લાગ્યા છે. તેમની પાસે કિચનના સામાનમાં 3 પ્લેટ, 2 કોફી મગ અને 1 ફ્રાઈંગ પેન છે. ઈમરાને પોતાની ફરારી ગાડી વેચી નાખી. ઈમરાને જણાવ્યું કે તે હવે એટલી સિંપલ લાઈફ જીવી રહ્યો છે કે આમિર ખાનની દિકરી આઈરાના લગ્નમાં તે પોતાનો 10 વર્ષ જુનો સૂટ પહેરીને ગયા હતા.
જણાવી દઈએ કે ઈમરાને અવંતિકા મલિક સાથે ઘણા વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યા હતા. જોકે બન્ને હવે અલગ થઈ ગયા છે. બન્નેની દિકરી છે ઈમારા જે ક્યારેક માતા તો ક્યારેક પિતાની સાથે રહે છે. રિપોર્ટ્સ અનુસાર ઈમરાન હવે લેખા વોશિંગટનને ડેટ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.