બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 02:25 PM, 7 February 2024
ADVERTISEMENT
ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલ તેના 12 વર્ષના લગ્ન બાદ તેના પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી ઈશા દેઓલનાં ભરત તખ્તાની સાથે 12 વર્ષનાં લગ્ન પછી છૂટાછેડા થવા જઈ રહ્યા છે. આ કપલ છૂટાછેડા લેવાનું છે. આ વાતની જાણ થતાં કેટલાક લોકો ખૂબ જ હેરાન છે.
ADVERTISEMENT
એકસ્ટ્રા મેરિટલ અફેર
ઈશા અને ભરતનાં લગ્ન 2012 માં થયા હતા. તેમની બે દીકરીઓ પણ છે. હવે તે બંને એકબીજાની મંજૂરીથી અલગ થઈ રહ્યા છે. હાલ દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન છે કે આ જોડું કેમ છૂટાછેડા લઈ રહ્યું છે. ખાનગી અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે આ છૂટાછેડાનું કારણ ભરતનું એકસ્ટ્રા મેરિટલ અફેર છે.
પતિ ભરત સાથે ફોટો શેર કરવાનું બંધ કરી દીધું
સોશિયલ મીડિયા પર એક Reddit યુઝરે ઈશા અને ભરતનાં છૂટાછેડાને લઈને પોસ્ટ કરી હતી. જે ઘણી વાયરલ થઈ હતી. આ Reddit યુઝરે પોસ્ટમાં લખ્યું હતું કે ઈશા દેઓલે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પોતાના પતિ ભરત સાથે ફોટો શેર કરવાનું બંધ કરી દીધું છે. તે વધુ પડતી તેની માતા હેમા માલિની સાથે જ જોવા મળતી હતી.
વાંચવા જેવું: કિસ્મતવાળો અભિનેતા: એક સમયે જેકી શ્રોફના બુટ-કપડાં સંભાળતો, આજે એક ફિલ્મના લે છે 100 કરોડ રૂપિયા
ભરતની કથિત ગર્લ ફ્રેન્ડ
આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ઈશાનાં લગ્ન તૂટવાનું કારણ ભરતનું એકસ્ટ્રા મેરિટલ અફેર છે. આ સાથે આ પોસ્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે ભરતને તેની કથિત ગર્લ ફ્રેન્ડ સાથે બેગલુરુની એક પાર્ટીમાં જોવામાં આવ્યો હતો. તે પણ જણાવવામાં આવ્યું હતું કે ભરતની કથિત ગર્લ ફ્રેન્ડ બેગલુરુમાં જ રહે છે. આ યુઝરની પોસ્ટ સાચી સાબિત થઈ રહી છે. હવે ઈશા અને ભરતે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે તે બંને અલગ થઈ રહ્યા છે. તેમની બે દીકરીઓ પણ છે. જેમનું નામ રાધ્યા અને મિરાયા છે. ઈશા અને ભારતની પ્રથમ મુલાકાત એક ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં થઈ હતી. ત્યારબાદ બંનેની દોસ્તી થઈ અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ બંનેએ 2012માં લગ્ન કરી લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.