બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood salman khan used to handle jackie shroff shoes and clothes during father salim movie falak first actor to charge above
Last Updated: 11:51 PM, 5 February 2024
ADVERTISEMENT
આજે આપણે જે સુપરસ્ટારની વાત કરવાના છે તે એક ફિલ્મમાં કામ કરવા માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે. તે 100 કરોડ રૂપિયા લેનાર બોલિવૂડનો પહેલો એક્ટર પણ છે. આ સુપરસ્ટારની ગણતરી સૌથી અમીર સ્ટાર્સમાં થાય છે, પરંતુ તેમણે એકવાર તેની ફિલ્મ ફલકમાં જેકી શ્રોફના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તે ફિલ્મના સેટ પર જૂતા અને કપડાંની પણ કાળજી રાખતા હતા.
ADVERTISEMENT
કારકિર્દીની શરૂઆત
કમલ હસન અને રણબીર કપૂર જેવા સ્ટાર્સે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને સ્ટાર બની ગયા. એક એવો એક્ટર છે, જેણે સ્ટાર કિડ હોવા છતાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી
ADVERTISEMENT
ADVERTISEMENT
જેકી શ્રોફના કપડાં અને જૂતાની સંભાળ રાખતા
પોતાના કરિયરની શરૂઆતમાં સુપરસ્ટાર જેકી શ્રોફના કપડાં અને જૂતાની સંભાળ રાખતા હતા. પરંતુ આજે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટાર્સમાંના એક છે. જે બીજું કોઈ નહીં પણ બધાનો ફેવરિટ સલમાન ખાન છે
જેકી શ્રોફે શું કહ્યું હતું ?
જેકી શ્રોફે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે સલમાન ખાન તેના પિતા સલીમ ખાનની ફિલ્મ 'ફલક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. તેમણે કહ્યું હતું કે, હું તેને પહેલા એક મોડલ તરીકે પછી એક આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોય હતા. જે 1998ની ફિલ્મ ફલકના શૂટિંગ દરમિયાન મારા કપડા અને શૂઝની સંભાળ રાખતા હતા. તે મારું ધ્યાન રાખતા હતા તે મારા નાના ભાઈ જેવા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
'મૈંને પ્યાર કિયા'
જેકી શ્રોફે વધુમાં કહ્યું કે, જ્યારે તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા, ત્યારે હું તેની સાથે કામ કરતો હતો તે ફિલ્મમેકર્સને હું તેમની તસવીરો બતાવતો હતો. આખરે કેસી બોકાડિયાના સાળાએ તેમને બોલિવૂડમાં બ્રેક આપ્યો. ફિલ્મ મૈંને પ્યાર કિયા તેનને સ્ટારડમ સુધી લઈ ગઈ પરંતુ મને લાગે છે કે મેં તેને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક અપાવ્યો. અમારી દોસ્તી એજ રીતે શરૂ થઈ
એક્ટિંગ કરિયરની શરૂઆત
સલમાન ખાને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ બીવી હો તો ઐસીથી કરી હતી. જેમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જ્યારે મુખ્ય અભિનેતા તરીકે તેની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' બ્લોકબસ્ટર રહી હતી. જેના પછી તેણે ક્યારેય પાછળ વળીને જોવું પડ્યું નથી.
બ્લોકબસ્ટર ફિલ્મો આપી
સલમાન ખાને હમ આપકે હૈ કૌન, સુલતાન, બજરંગી ભાઈજાન, કિક અને એક થા ટાઈગર જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પહેલા એક્ટર છે જેણે 2016ની ફિલ્મ સુલતાન માટે 100 કરોડ રૂપિયા ફી લીધી હતી. આમાં તે અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો
વાંચવા જેવું: ઈન્ડિયન સિનેમાની આ હોટ હસીનાએ 5 હજારમાંથી ઉભા કર્યા કરોડો, પોતાના દમ પર ઉભી કરીઆટલી નેટવર્થ
અમીર સ્ટાર્સમાંથી એક
58 વર્ષના સલમાન ખાને 2017માં આવેલી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ માટે ફરીથી 130 કરોડ રૂપિયા લીધા હતા. તે બોલિવૂડના સૌથી અમીર સ્ટાર્સમાંથી એક છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમની કુલ સંપત્તિ 2900 કરોડ રૂપિયાની આસપાસ છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.