બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / bollywood lata mangeshkar health update singer is still in icu at under dr pratit samdani and doctors supervision ss
Last Updated: 11:40 AM, 19 January 2022
ADVERTISEMENT
લત્તા મંગેશ્વર કોવિડ -19 પોઝિટિવ હોવાની સાથે નિમોનિયાથી પીડિત
સ્વર કોકિલા લત્તા મંગેશ્વર કોવિડ -19 પોઝિટિવ હોવાની સાથે નિમોનિયાથી પીડિત છે. હોસ્પિટલમાં લત્તા દી ડોક્ટર્સની એક ટીમના ઓબ્જર્વેસનમાં છે. લત્તા મંગેશકરની તબિયત અને ઉંમરને ધ્યાનમાં રાખતા તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયતનું મોનેટરિંગ કરવામાં આવી રહ્યુ છે અને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ડિસ્ચાર્જની તારીખ નક્કી નથી
ADVERTISEMENT
લતા મંગેશકરની તબિયતમાં બહું પહેલાથી સુધાર છે. પરંતુ હાલ 4-5 દિવસ સુધી તેઓ ઓર્બ્જવેશનમાં રહેશે. 92 વર્ષના લતા મંગેશકરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે કોઈ તારીખ નિશ્ચિત નથી કરવામાં આવી.
8 જાન્યુઆરી સાંજથી હોસ્પિટલમાં દાખલ
ADVERTISEMENT
લતા મંગેશકરની સારવાર બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટરોની બેસ્ટ ટીમ કરી રહી છે. તેમની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરને શનિવાર (8 જાન્યુઆરી)ની સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સમાચાર 11 જાન્યુઆરીએ લીક થયા હતા.

ADVERTISEMENT
આ રીતે લતા દીના ઘરે પહોંચ્યો કોરોના
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યાનુસાર લત્તા મંગેશકરે પોતાના કર્મચારીના કારણે કોરોના થયો. મનાઈ રહ્યું છે કે લત્તા દીના ઘરમાં કામ કરનાર કર્મચારી પહેલા કોરોનાગ્રસ્ત થયો. તે લતા મંગેશકરના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ 92 વર્ષના સિંગર લતા મંગેશકર કોરોના ગ્રસ્ત થયા. ઉલ્લેખનીય છે કે મ્યૂઝિક ક્ષેત્રે તેમના યોગદાનને પગલે તેમને ભારત રત્ન, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ ઉપરાંત અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.