ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood Irrfan Khan Mother Sayeeda Begum Passes Away In Rajasthan Jaipur City

બોલિવૂડ / બોલિવૂડના આ દિગ્ગજ કલાકારની માતાનું 82 વર્ષની વયે નિધન, જયપુરમાં અંતિમ શ્વાસ લીધા

Published By: Noor

Last Updated: 03:58 PM, 25 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે જયપુરમાં નિધન થઈ ગયું છે. તેઓ 82 વર્ષના હતા. ટોંકના નવાબ ખાનદાનથી સંબંધ ધરાવતા સઈદા બેગમની તબિયત ઘણાં સમયથી ખરાબ હતી. તેમણે જયપુર સ્થિત તેમના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી ટોંકમાં રહેતાં તેમના પરિવારજનો શોકગ્રસ્ત થઈ ગયા છે.

ADVERTISEMENT

  • બોલિવૂડના જાણીતા અભિનેતા ઈરફાન ખાનની માતાનું નિધન થઈ ગયું
  • એક્ટર હાલ મુંબઈમાં છે
  • લોકડાઉનને કારણે એક્ટર કદાચ અંતિમ સંસ્કારમાં પહોંચી શકશે

પરિવારજનોએ જણાવ્યું કે ઈરફાનની માતા છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. ઈરફાનના માતા-પિતા ટોંકના રહેવાસી હતા. ઈરફાનનું બાળપણ પણ ટોંકમાં પસાર થયું છે. અત્યારે ઈરફાન પણ બીમારીથી ગ્રસ્ત છે. તેના માટે આ ખૂબ જ દુખના સમાચાર છે. 

ત્યારે રિપોર્ટ મુજબ લોકડાઉન હોવાને કારણે ઈરફાન ખાન કદાચ જ તેની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકશે. તેણે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા માતાના અંતિમ દર્શન કર્યાં છે. તે હાલ મુંબઈમાં છે. તમને જણાવી દઈએ કે, ઈરફાનના પિતા યાસીન ખાનનું થોડાં વર્ષો પહેલાં જ અવસાન થઈ ગયું હતું.

વર્ષ 2017થી ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યો છે ઈરફાન

ઈરફાન ખાન પણ 3 વર્ષથી ગંભીર બીમારીથી ઘેરાયેલો છે. 2017માં ઈરફાન કામને અધવચ્ચે છોડીને ઈલાજ માટે વિદેશ જતો રહ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઈરફાને તેની બીમારી અંગે જાણકારી આપી હતી અને તે તેની તબિયત અંગે ફેન્સને અપડેટ પણ આપતો હતો. ગયા વર્ષે જ તે વિદેશથી ઈલાજ કરાવીને પાછો આવ્યો હતો. ત્યારબાદ તેણે તેની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂરું કર્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Death Irrfan Khan Jaipur Mother Sayeeda Begum passes away Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ