ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હજી પણ પક્ષ પલટાનો દોર ચાલી રહ્યો છે. 20 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે 10 માર્ચે મતગણતરી થવાની છે. ત્યારે બોલિવુડ અભિનેત્રીએ ચૂંટણી નજીક આવતા ભગવો ધારણ કર્યો . અભિનેત્રી માહિ ગિલે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગઇ.

ADVERTISEMENT
રાજકીય સફર શરુ
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી-પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત અને પંજાબ બીજેપી પ્રભારી દુષ્યંત ગૌતમની હાજરીમાં અભિનેત્રી માહી ગિલ અને પંજાબી એક્ટર-ગાયક હોબી ધાલીવાલ ભાજપમાં જોડાયા હતા. માહી ગિલ તેના દમદાર અભિનય માટે જાણીતી છે. હિન્દી ફિલ્મો સિવાય માહીએ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પંજાબમાં તેના ઘણા ફેન ફોલોઈંગ છે. ત્યારે હવે રાજકીય ઇનિંગની પણ શરુઆત કરી દીધી છે.
ADVERTISEMENT
Chandigarh | Bollywood and Punjabi actress Mahie Gill & Punjabi actor-singer Hobby Dhaliwal join BJP in the presence of Haryana CM Manohar Lal Khattar, Union Minister-Punjab BJP incharge Gajendra Singh Shekhawat and Punjab BJP in-charge Dushyant Gautam. pic.twitter.com/6pkwSZhTQL
— ANI (@ANI) February 7, 2022
ADVERTISEMENT
અગાઉ કોંગ્રેસ માટે કર્યો હતો પ્રચાર
માહિ ગિલે ગત વર્ષે ડિસેમ્બરમાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર હરમોહિન્દર સિંહ લકીના પ્રચાર માટે મેદાને ઉતરી હતી. જો કે તે દરમિયાન તેને પૂછવામાં આવ્યુ કે શું તે રાજનીતિમાં જોડાવાની છે. ત્યારે તેણે સ્પષ્ટ જણાવ્યું હતુ કે લકી બાળપણનો મિત્ર છે અને તેના સપોર્ટ માટે જ હું મેદાને ઉતરી હતી. રાજકારણમાં જોડાવાની કોઇ યોજના નથી.
ADVERTISEMENT
બોલિવુડમાં કર્યો છે દમદાર અભિનય
ADVERTISEMENT
માહીએ ગુલાલ, આગે સે રાઈટ, દબંગ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, પાન સિંહ તોમર, દબંગ 2, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર્સ રિટર્ન્સ, ઝંજીર, દુર્ગામતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. માહી ગિલનું સાચું નામ રિમ્પી કૌર ગિલ છે. માહી પંજાબી પરિવારની છે અને ચંદીગઢની રહેવાસી છે.
દેવ ડી ફિલ્મથી મળી ઓળખ
માહિને ફિલ્મ દેવ ડીથી બોલિવુડમાં ઓળખ મળી હતી. વર્ષ 2009માં રીલિઝ થયેલી અનુરાગ કશ્યપની ફિલ્મ 'દેવ ડી'માં માહીએ કામ કર્યુ હતું તે બાદ તેને બોલિવુડમાં સારી ઓળખ મળી હતી. તો આ તરફ હિન્દી અને પંજાબી ફિલ્મો સહિત તેલુગુ ફિલ્મોમાં પણ તેણે કામ્ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ