બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / bollywood actor nana patekar pain expressed over not being a part of welcome 3

મનોરંજન / Welcome to the Jungle ફિલ્મમાં રોલ ન ભજવવા પર છલક્યું નાના પાટેકરનું દર્દ, કહ્યું 'અબ મે બહુત હી...'

Manisha Jogi

Last Updated: 12:05 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના પાટેકર 6 વર્ષ પછી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં એક્ટિંગથી વાપસી કરશે. નાના પાટેકરે અપકમિંગ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ‘વેલકમ ટુ ધ જંગલ’ બાબતે કેટલાક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

  • નાના પાટેકર ફિલ્મ ‘ધ વેક્સીન વોર’થી વાપસી કરશે
  • ‘વેલકમ ટુ ધ જંગલ’ બાબતે કેટલાક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું
  • કહ્યું 'અબ મે બહુત હી...'

બોલીવુડ અભિનેતા નાના પાટેકરે ફિલ્મ ‘ગદર 2’માં નરેટર બનીને વાપસી કરી છે. મોટા પડદા પર 6 વર્ષ પછી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’માં એક્ટિંગથી વાપસી કરશે. નાના પાટેકર છેલ્લે ફિલ્મ ‘કલા’માં વિલન તરીકે જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં રજનીકાંત ઓપોઝિટ હીરો હતા. ફિલ્મ ‘ધ વેક્સીન વોર’થી નાના પાટેકરની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. નાના પાટેકરે અપકમિંગ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના ટ્રેલર લોન્ચ દરમિયાન ‘વેલકમ ટુ ધ જંગલ’ બાબતે કેટલાક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બની ગયા છે. 

નાના પાટેકરે ‘વેલકમ 3’નો હિસ્સો ના થવા પર દુ:ખ વ્યક્ત કર્યું
નાના પાટેકરે ‘વેલકમ ટુ ધ જંગલ’નો હિસ્સો ના થવા પર નિવેદન આપ્યું છે. નાના પાટેકર જણાવે છે કે, ‘હું ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં નથી. કદાચ તેમને એવું લાગે છે કે, હું ઘરડો થઈ ગયો છું અને જૂનો અભિનેતા છું. આ કારણોસર મને ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે કાસ્ટ કરવામાં આવ્યો નથી. વિવેક અગ્નિહોત્રીને લાગે છે કે, હું જૂનો થયો નથી. જેથી તેમણે મને તેમની ફિલ્મમાં કાસટ કર્યો છે. જો તમે સારું કામ કરવા માંગો છો, તો લોકો તમને પૂછશે. હવે તમે તે કામ કરવા માંગો છો, કે નહીં તે તમારા પર નિર્ભર છે.’

સર્કિટ અને મુન્નાએ ઉદય તથા મજનૂભાઈને રિપ્લેસ કર્યા 
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં નાના પાટેકર અને અનિલ કપૂર જોવા નહીં મળે. અક્ષય કુમારે તેના જન્મદિવસ પર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની જાહેરાત કરી છે. જેમાં નાના પાટેકર અને અનિલ કપૂરની જોડી જોવા નહીં મળે. વેલકમની ઉદયભાઈ અને મજનૂ જોડીને સર્કિટ અને મુન્નાની જોડીએ રિપ્લેસ કરી છે. આ નિવેદન પરથી જાણવા મળ્યું છે કે, નાના પાટેકરને ખૂબ જ દુ:ખ થયું છે. 

ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 2024માં રિલીઝ થશે
વર્ષ 2007માં ‘વેલકમ’નો પહેલો પાર્ટ આવ્યો હતો, અનીસ બજ્મીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. વર્ષ 2015માં ‘વેલકમ’નો બીજો પાર્ટ આવ્યો હતો. આ બંને પાર્ટમાં અનિલ કપૂર અને નાના પાટેકર હતા. નાના પાટેકરનો ઉદય શેટ્ટીનો રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. દર્શકોને ‘વેલકમ ટુ ધ જંગલ’માં ઉદય અને મજનૂની જોડી જોવા નહીં મળે. ‘વેલકમ ટુ ધ જંગલ’ 2024માં રિલીઝ થશે, જેમાં અક્ષય કુમાર, અર્શદ વારસી, સંજય દત્ત, રવિના ટંડન, જેક્વેલિન ફર્નાન્ડીઝ, દિશા પટણી, સુનિલ શેટ્ટી, મુકેશ તિવારી, બોબી દેઓલ, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ એક્ટીંગ કરતા જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ