બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / board-of-standards-will-move-from-vadodara-to-gandhinagar

NULL / ધોરણ 10નાં બોર્ડની કચેરી વડોદરાથી ખસેડાશે ગાંધીનગર

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ ધોરણ 10ની બોર્ડની કચેરીને હવે વડોદરાથી ગાંધીનગર ખાતે ખસેડાશે. બોર્ડનો પરીક્ષા વિભાગ વડોદરાથી ગાંધીનગરમાં લઇ જવાશે. 1લી મેંથી ધોરણ 10ને લગતાં દસ્તાવેજોની કામગીરી હવે ગાંધીનગર ખાતે થશે. ડુપ્લિકેટ પ્રમાણપત્રો ગુણપત્રો જેવી તમામ કામગીરી ગાંધીનગરથી થશે.

ગાંધીનગર ખાતે કચેરીનાં પ્રાંગણમાં સ્ટુડન્ટસ સર્વિસ સેન્ટર શરૂ થશે. કચેરીને વડોદરાથી ગાંધીનગર તબદીલ થવામાં 10 દીવસ લાગશે. 21થી 30 એપ્રિલ સુધીમાં કચેરીને ગાંધીનગર ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવશે. વડોદરા ખાતે બોર્ડની ઓફિસ 21થી 30 એપ્રિલ દરમિયાન હવે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપના બાદ બોર્ડની કચેરી વડોદરામાં યુનિ.પ્રેસની પાછળનાં ભાગે શરૂ કરવામાં આવી હતી. જો કે બોર્ડ કચેરી સ્થળાંતર કરવાની વાતચીતનો વિવાદ કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો.

ત્યારે આખરે બોર્ડની કચેરીને ગાંધીનગર ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવશે. ધોરણ. 10ની કચેરી હવે વડોદરાથી ગાંધીનગર ખાતે ખસેડી લીધા બાદ મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એવી સંભાવના છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ