બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / bmc-tightens-covid-norm-implementation-mumbai-police-cases-against-those-who-skip-home-quarantine

કાર્યવાહી / નવા નિયમોનું પાલન નહીં કરો તો થશે પોલીસ કેસ, કોરોના કેસ વધતાં આ મોટા શહેરમાં કડક નિર્ણય

Nirav

Last Updated: 07:45 PM, 10 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસના ચેપના 90 ટકા કેસો ઊંચી ઇમારતો અને બિલ્ડિંગોમાંથી આવી રહ્યા છે.

  • મુંબઈમાં હાલમાં લોકડાઉનની જરૂર નથી : BMC
  • કોરોનાના ૯૦ ટકા કેસ ઊંચી ઇમારતોમાંથી આવે છે
  • BMC એ કોરોનાને નિયંત્રણમાં લેવ માટે નવા નિયમો બનાવ્યા છે

મુંબઇમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે BMC અમુક નિયમો નક્કી કર્યા છે. નવા નિયમો મુજબ હોમ ક્વોરેન્ટાઇનમાંથી ગાયબ હોવાના મામલે હવે લોકો સામે પોલીસ કેસ નોંધવામાં આવશે. આ સાથે, 5 થી વધુ સંક્રમણના કેસમાં કોરોના દર્દીઓવાળા ફ્લેટ્સને તેના વિશે નોટિસ બોર્ડ પર માહિતી આપવી પડશે. જે લોકો ઘરના ક્વોરેન્ટાઇનમાં બેદરકારી દાખવશે અને ગુમ થયેલ જોવા મળે છે, તેમને અલગ કરવામાં આવશે. 

લોકડાઉનની સંભાવના નકારી કાઢી 

મહત્વનું છે કે સરકાર દ્વારા મુંબઇમાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ BMCએ હવે કડકાઇ બતાવવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે BMC ની વિશેષ બેઠક બાદ ખાનગી હોસ્પિટલોને કોરોના વાયરસની રસી 24 કલાક આપવાની કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી મળી છે. મંગળવારે BMC ના અધિકારીઓએ કહ્યું હતું કે મુંબઈમાં હાલ સ્થિતિ કંટ્રોલમાં છે અને તાત્કાલિક લોકડાઉન લાદવાની જરૂર નથી. 

મુંબઇમાં લોકડાઉનની સંભાવના અંગે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલે કહ્યું કે તાત્કાલિક હાલમાં તેની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે, દૈનિક ધોરણે વધતા જતા ટેસ્ટિંગના કારણે વધુ કેસો સામે આવી રહ્યા છે. BMCએ જાન્યુઆરીમાં કોરોના વાયરસ પરીક્ષણની સંખ્યા દૈનિક 11 હજારથી વધારીને 15 હજાર કરી હતી, પરંતુ હવે રાજ્યમાં દરરોજ 20 હજારથી વધુ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. BMC ના જણાવ્યા અનુસાર સોમવારે 23 હજારથી વધુ કોરોના વાયરસ સેમ્પલ્સનું ટેસ્ટિંગ કરાયું હતું. 

સંક્રમણના કેસો આખા શહેરમાં છે, પણ તે વધુ નથી, માટે લોકડાઉન કામ નહીં લાગે : BMC

ઇકબાલ ચહલે કહ્યું કે શહેરમાં સંક્રમણનું પ્રમાણ 6 ટકા છે અને તે મહારાષ્ટ્રના અન્ય શહેરો કરતા ઘણું ઓછું છે. તેમણે કહ્યું કે કોરોના ચેપના કેસો સમગ્ર શહેરમાં ફેલાયેલ છે અને કોઈ પણ જગ્યાએ તે આઉટ ઓફ કંટ્રોલ નથી. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં લોકડાઉનની જરૂર નથી અને તે અસરકારક પણ નહીં બને. આ સિવાય અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં ઝૂંપડપટ્ટીમાં માત્ર 2 થી 3 ટકા કેસ છે અને રહેણાંક મકાનોમાં ચેપ લાગવાના ઘણા કિસ્સા નથી. જો કે ચહલે કહ્યું હતું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો BMC કડક પગલા ભરશે.

BMC ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરની હોસ્પિટલોમાં 60 ટકા પલંગ કોરોના દર્દીઓ માટે અનામત છે. તાજેતરમાં જ મુંબઇમાં ત્રીજો સેરો સર્વે કરવામાં આવ્યો હતો, જેના માટે 24 નાગરિક વોર્ડમાંથી 12 હજાર નમૂના લેવામાં આવ્યા હતા. ત્રીજા સેરો સર્વેનો અહેવાલ 2 અઠવાડિયામાં આવી શકે છે.c

સંકળાયેલા મુદ્દાઓ

BMC Corona virus India Mumbai lockdown in mumbai કોરોના મુંબઈ Proceedings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ