બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Blood stains in Rajkot, big revelation, blood stains found on road after abandoned girl

એરેરાટી / રાજકોટમાં રુંવાટા ઉભા થઇ જાય એવી ઘટનામાં મોટો ખુલાસો, ત્યજી દેવાયેલી બાળકી બાદ રોડ પર મળી આવ્યા લોહીના નિશાન

Kiran

Last Updated: 10:16 AM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈ કાલે આવી હતી જેને કપડા લપેટીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રસાય કરવામાં આવ્યો હતો તેવું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે

  • નવજાત બાળકી મળવાનો મામલો
  • ડાટી દેવા પ્રયાસ કર્યાનું પ્રાથમિક તારણ
  • રોડ પર લોહીવાળા નિશાન મળ્યા

રાજકોટના નાની ખીજડિયામાં નવજાત બાળકી મળી આવવાના મામલે મહત્વની જાણકારી બહાર આવી છે મહત્વનું છે કે ગઈ કાલે આવી હતી જેને કપડા લપેટીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રસાય કરવામાં આવ્યો હતો તેવું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે 

રોડ પરથી ડિલીવરી થયાના પુરાવા મળી આવ્યા

ત્યજી દેવાયેલી બાળકી ઘટના સ્થળથી દૂર 100 મીટરના અંતરે જ રોડ પર ડિલીવરી થઈ હોવાનું મનાઈ રહ્યું છે રોડ પરથી ડિલીવરી થયાના પુરાવા મળી આવ્યા છે તેમજ રોડ પર મહિલાના પગના લોહીવાળા નિશાન પણ મળી આવ્યા છે એટલું જ નહીં રોડ પરથી ફુટપ્રિન્ટ કહી રહ્યા છે કે બાળકીને ત્યજી દીધા બાત પરત રોડ પર પરત ફર્યા હોવાનું મનાઈ રહ્યું છે .

લોહીના સેમ્પલ એકત્રિત કરી FSLમાં મોકલાયા

મહત્વનું છે કે બાળકીના DNA અને રોડ પરના લોહીના સેમ્પલ એકત્રિત કરી FSLમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે નવજાત બાળકોનો જન્મ રાત્રે 3 વાગ્યે રોડ પર થયાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. મોબાઈલ ટાવર ડમ્પ તેમજ આંગણવાડી વર્કરના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ પડધરી પોલીસે IPC કલમ 317 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે જે સ્થળેથી બાળકી મળી આવી હતી તે વાડીના માલિક નવલસિંહ જાડેજાને ફરિયાદી બનાવાયા છે 

અવાવરું જગ્યાએ નવજાત બાળકી મળી આવવાનો મામલો

માનવતા મરી પરિવારી હોય તેવી ઘટના સામે આવી હતી રાજકોટના પડધરી તાલુકાના ખીજડિયા ગામે પાસે અવાવરું જગ્યાએ નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી હતી  નવજાત બાળકીને કપડામાં લપેટીને વાડી વિસ્તારમાં તેને દાંટી દેવાનો પ્રયાસ કરાયો હતો અને બાદમાં તેના પર ધૂળ પણ નાખી દેવામાં આવી હતી.પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં એમાંથી બાળકી મળી આવી હતી, તેથી ગ્રામજનો દ્વારા તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મૂકી ગયું હોવાની જાણ તરત 108ને કરવામાં આવી હતી.

બાળકીને હેમખેમ બચાવી લેવામાં આવી

સદનસીબે વાડીના માલિકને સમગ્ર મામલે જાણ થતા પોલીસને જાણ કરી અને બાળકીને હેમખેમ બચાવી લેવામાં આવી હતી પરતું ઘટનામાં બાળકીને ત્યજી દીધા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જો કે કોણે બાળકીને ત્યજી તે અંગે કોઈ પુરાવાઓ હાથ લાગ્યા નથી પરતું રોડ પર મળી આવેલા લોહીના નિશાન પરથી અનુમાન તારવવામાં આવ્યું છે કે બાળકીનો જન્મ ઘટના સ્થળેથી 100 મીટરમાં જ થવો જોઈએ અને બાળકી રાત્રે 3 વાગ્યે જન્મી હોય તેવું પણ જાણવા મળ્યું છે હાલ તો રોડ પરથી મળી આવેલા રોહીના સેમ્પલ લઈ FSL માં મોકલી આપવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ