બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Blackout in America due to smoke from terrible forest fires in Canada

ઘટના / કેનેડાના જંગલોમાં સૌથી ભયાનક આગ: અમેરિકામાં ધુમાડાના ગોટેગોટા, ન્યૂયોર્કમાં પણ અંધારપટ

Dinesh

Last Updated: 04:23 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં 400થી વધુ દાવાનળ સક્રિય થતાં મોટા ભાગનાં જંગલોમાં ખાસ કરીને પશ્ચિમી પ્રાંતોથી ક્યુબેક સુધી આગ ફેલાઈ ગઈ છે અને અત્યારે કેનેડાનાં સેંકડો જંગલો સળગી રહ્યાં છે

  • કેનેડાનાં જંગલોમાં ભયાનક આગના ધુમાડાથી અમેરિકામાં અંધારપટ
  • આગના કારણે 200થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે
  • લાગેલી આગના કારણે 26,000 લોકોનાં ઘર ખાલી કરાવાયાં છે


કેનેડાનાં જંગલોમાં લાગેલી ભયાનક આગના ધુમાડાથી અમેરિકાના ન્યૂયોર્ક, મિનેસોટાથી લઈને મેસેચ્યુસેટ્સ સુધીના ઉત્તર અમેરિકાનાં મોટા ભાગનાં શહેરો ઝપટમાં આવી જતાં અમેરિકામાં અંધારપટ છવાઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર કેનેડામાં ઓન્ટારિયોના ઓટાવા અને ટોરન્ટોના કેટલાક ભાગોમાં આગના કારણે ધુમાડાનું આવરણ છવાઈ ગયું છે. કેનેડાના અધિકારીઓએ ખરાબ હવાની ગુણવત્તા અંગે પણ ચેતવણી જારી કરી દીધી છે. આ ધુમાડા અને ધૂળની ચાદર ન્યૂયોર્ક અને વર્મોન્ટના કેટલાક ભાગો સુધી પહોંચી ગઈ છે. ધુમાડાના કારણે ન્યૂયોર્ક શહેરમાં પણ એર એલર્ટ જારી કરાયું છે. બપોર સુધીમાં ન્યૂયોર્કના કોમર્શિયલ એરિયા મેનહટનના આકાશ પર ધુમાડાનું આવરણ છવાઈ ગયું હતું. આથી ન્યૂયોર્ક, મિનેસોટાથી લઈને મેસેચ્યુસેટ્સ સુધી એર એલર્ટ જારી કરાયું છે.

કેનેડામાં 400થી વધુ દાવાનળ સક્રિય છે
કેનેડિયન ઈન્ટર એજન્સી ફોરેસ્ટ ફાયર સેન્ટરના જણાવ્યા અનુસાર કેનેડામાં 400થી વધુ દાવાનળ સક્રિય છે અને 200થી વધુ કેસમાં આગ બેકાબૂ બની ગઈ છે. આગના કારણે 200થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક નિવાસીઓને પોતાનાં મકાન અને પાલતુ પ્રાણીઓની પણ ચિંતા સતાવી રહી છે. કેનેડાના જનસુરક્ષા પ્રધાન બિલ બ્લેરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેનેડાનાં જંગલોમાં લાગેલી આગના કારણે 26,000 લોકોનાં ઘર ખાલી કરાવાયાં છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે જે લોકોને ઘર ખાલી કરવાં પડ્યાં છે તેમને પોતાનું ઘર છોડતાં પહેલાં કલાકો સુધી પેકિંગ કરવું પડ્યું હતું. જે લોકોએ પોતાનાં ઘર ગુમાવ્યાં છે તેઓ માત્ર એક છત અને પોતાનો સામાન ગુમાવતા નથી, પરંતુ તેઓ ઘર સાથે સંકળાયેલી તેમની યાદો અને ભાવના પણ ગુમાવે છે. જંગલની ભીષણ આગના ધુમાડા મંગળવારે કેનેડાની સરહદ પાર કરીને દક્ષિણ તરફ આગળ વધતાં અમેરિકા પણ પ્રભાવિત થયું છે. અમેરિકાને એર એલર્ટ જારી કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જે લોકો ખરાબ હવાની ગુણવત્તા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય તેમણે ખાસ સંભાળવાની જરૂર છે. ફેફસાંની બીમારી અને હૃદયરોગથી પીડિત લોકો, બાળકો અને વયસ્કોએ ખાસ દરકાર લેવી પડશે અને તેમણે બહારની પ્રવૃત્તિઓને હાલ મર્યાદિત કરી દેવી જોઈએ.

આગથી બચવા લોકો કારને દોડાવતા નજરે પડ્યા
કેનેડામાં 400થી વધુ દાવાનળ સક્રિય થતાં મોટા ભાગનાં જંગલોમાં ખાસ કરીને પશ્ચિમી પ્રાંતોથી ક્યુબેક સુધી આગ ફેલાઈ ગઈ છે અને અત્યારે કેનેડાનાં સેંકડો જંગલો સળગી રહ્યાં છે. કેનેડાના પૂર્વીય શહેર હેલિફેક્સમાં જંગલની આગ બાદ વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં ડેશકેમ વીડિયો દ્વારા કેપ્ચર કરાયેલા એક ભયાનક ફૂટેજમાં કેનેડાના લોકો આગથી બચવા માટે કાર દોડાવતા નજરે પડ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ