બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / BJP's defeat in Meghalaya assembly elections

રિઝલ્ટ / પૂર્વોત્તર રાજ્યોનું ચૂંટણી પરિણામ: મેઘાલયમાં ભાજપના સૂપડાં સાફ! આ રહ્યાં હાર પાછળના 3 મુખ્ય જવાબદાર કારણ

Malay

Last Updated: 02:41 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જૂના સાથી NPPથી અલગ થયા બાદ ભાજપે રાજ્યની તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જે બાદ પીએમ મોદીએ પણ શિલોંગમાં પાર્ટીની જીત માટે હુંકાર ભર્યો હતો.

 

  • મેઘાલયમાં ભાજપની કારમી હાર!
  • તમામ બેઠકો પર ઉતાર્યા હતા ઉમેદવાર
  • જાણો હાર પાછળના ત્રણ મોટા કારણ 

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવાની વાત કરી રહી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કહી રહ્યા છે કે મેઘાલયમાં મોદી મેજિક ચાલી શક્યું નથી. ચૂંટણી પહેલા ભાજપે જૂના સાથીદાર NPPથી અલગ થઈને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. જે નિર્ણય ફ્લોપ સાબિત થયો. ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલોંગમાં એક મોટી રેલી પણ કરી હતી. આ રેલીમાં નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'વો કહતે હૈ કી મોદી તેરી કબર ખુલેગી ઓર દેશ કહ રહા હૈ કી મોદી તેરા કમલ ખિલેગા'. આપને જણાવી દઈએ કે એનપીપી સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ ભાજપે મેઘાલયની તમામ 60 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આવી સ્થિતિમાં ત્રણ મોટા કારણો જાણી લઈએ જેના કારણે મેઘાલયમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

ભાજપ સાથે કોઈ મજબૂત પ્રાદેશિક પક્ષ નથી
મેઘાલયમાં ભાજપની હારની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક રાજ્યમાં કોઈ મજબૂત પક્ષનું સાથે ન હોવું એક મોટું કારણ રહ્યું. ગત ચૂંટણીમાં માત્ર બે સીટ મેળવનારી ભારતીય જનતા પાર્ટી સરકારમાં સામેલ થયા બાદ એવું અનુભવી રહી હતી કે 5 વર્ષની અંદર તે રાજ્યમાં પોતાનો દબદબો બનાવી ચૂકી છે. પરંતુ ભાજપ આને સમજવામાં સદંતર નિષ્ફળ રહ્યું. જેનું પરિણામ વિધાનસભા ચૂંટણીમાં હારના રૂપમાં ભાજપને ભોગવવું પડ્યું છે.

ભાજપની પાસે નથી કોઈ સીએમ ચહેરો
મેઘાલયમાં ભાજપની હારનું એક મોટું કારણ એ પણ રહ્યું કે તેની પાસે રાજ્યમાં મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે કોઈ ચહેરો નહોતો. જોકે, ભાજપ વતી પૂર્વોત્તર રાજ્યોની જવાબદારી મોટે ભાગે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ સંભાળી હતી. પરંતુ પાર્ટી પાસે ત્રિપુરા અને નાગાલેન્ડ જેવો કોઈ ચહેરો નહોતો કે જેને આગળ રાખીને ભાજપ મેઘાલયમાં જીતવામાં સફળ થઈ શકે. સીએમ ચહેરો ન હોવાથી પાર્ટીને ક્યાંકને ક્યાંક ફરક પડે છે. આ સાથે જ 70 ટકાથી વધુ ખ્રિસ્તી વસ્તી ધરાવતા મેઘાલયની તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા કરવા પાર્ટી માટે એક મોટો પડકાર સાબિત થયો. વિપક્ષ પણ આ વાતને લઈને સતત ભાજપ પર હાવી રહ્યું કે ભાજપ ખ્રિસ્તી વિરોધી છે. 

ભાજપ 2047 સુધી રહેશે સત્તામાં..? આ નેતાએ કર્યો દાવો | BJP will be in power  even in 2047: Ram Madhav

5 વર્ષ સરકારમાં NPPની સાથે, પરંતુ ચૂંટણી પહેલા છોડ્યો સાથ 
ભાજપે ચૂંટણી પહેલા એનપીપી સાથે ગઠબંધન તોડ્યું હતું, આને મેઘાલયમાં ભાજપની હાર પાછળનું મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2018ના મેઘાલય વિધાનસભાની ચૂંટણી પરિણામ બાદ ભાજપે એનપીપી અને UDP સાથે ગઠબંધન કરીને કોંગ્રેસને સત્તામાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપે NPP સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જે ભાજપ માટે નુકસાનકારક સાબિત થયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ