બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / BJP Plays Master Stroke In West Bengal, Pulls Off Face That Will Give TMC Kante Ki Takkar

લોકસભા ચૂંટણી 2024 / પશ્વિમ બંગાળમાં BJPએ ખેલ્યો માસ્ટર સ્ટ્રોક, ઉતાર્યો એવો ચહેરો જે TMCને આપશે કાંટે કી ટક્કર

Published By: Vishal Dave

Last Updated: 10:24 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમૃતા રોય કૃષ્ણનગરના રાજબાર (રોયલ પેલેસ)ની રાણી માતા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઉમેદવારી અંગે અટકળો ચાલી રહી હતી. અમૃતા રોય આ મહિને 20 માર્ચે ભાજપમાં જોડાયા હતા.

આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ રવિવારે  ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી. યાદીમાં 111 ઉમેદવારોના નામ સામેલ છે.  પાર્ટીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રોયને ટિકિટ આપી છે.  તે TMC નેતા મહુઆ મોઇત્રા સાથે ટકરાશે.  અમૃતા રોય કૃષ્ણનગરના રાજબાર (રોયલ પેલેસ)ની રાણી માતા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઉમેદવારી અંગે અટકળો ચાલી રહી હતી. અમૃતા રોય આ મહિને 20 માર્ચે ભાજપમાં જોડાયા હતા. તેમણે શુભેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધુ હતું.

ભાજપને તાકાત મળશે

ચૂંટણી નિષ્ણાતોનું માનવું છે કે અમૃતા રોયની ઉમેદવારી રાજ્યમાં ભાજપને મજબૂત બનાવશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા નેતૃત્વએ પહેલા અમૃતાને ઉમેદવાર બનાવવામાં રસ દાખવ્યો અને પછી પાર્ટીએ તેની સાથે વાતચીત શરૂ કરી. બીજી તરફ જ્યારે અમૃતા રોય સાથે ચૂંટણી લડવાની વાત કરવામાં આવી તો તેઓ તુરંત તૈયાર થઇ ગયા હતા. 

આ પણ વાંચોઃ 'ભાષણ ન આપો, આતંકની ફેક્ટરીઓ બંધ કરો', UNમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ધોયું

મહુઆ મોઇત્રા ગત વખતે જીત્યા હતા

ગત ચૂંટણીમાં ટીએમસીના નેતા મહુઆ મોઇત્રાએ કૃષ્ણનગર બેઠક પરથી જીત મેળવી હતી. તેમને 6 લાખથી વધુ વોટ મળ્યા જ્યારે ભાજપના કલ્યાણ ચૌબેને કુલ 5 લાખ વોટ મળ્યા. મહુઆ મોઇત્રા 63218ના જંગી માર્જિનથી જીત્યા. મહુઆને ચોપરા, પલાશીપારા અને કાલીગંજ વિધાનસભામાં ભારે વોટ મળ્યા હતા. જો કે, તાજેતરના સમયમાં ટીએમસી અહીં નબળી પડી છે.

ભાજપને પ્રભાવશાળી ચહેરો જોઈતો હતો

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વોટ માર્જિન વધારવા માટે સ્થાનિક, પ્રભાવશાળી અને પરિચિત ચહેરાની જરૂર હતી. આવી સ્થિતિમાં અમૃતા રોયનું નામાંકન પ્રદેશમાં ભાજપને મજબૂતી આપશે. 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Amrita Roy BJP Loksabha Election Royal Family TMC West Bengal mahua moitra queen ticket લોકસભા ચૂંટણી 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ