બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / વિશ્વ / India told Pakistan in UN, don't give speeches, close terror factories

નિવેદન / 'ભાષણ ન આપો, આતંકની ફેક્ટરીઓ બંધ કરો', UNમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ધોયું

Priyakant

Last Updated: 10:12 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Inter-Parliamentary Union Meeting Latest News: ભારતને ભાષણ આપવાને બદલે ઈસ્લામાબાદે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરતી આ આતંકી ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ

Inter-Parliamentary Union Meeting : સંયુક્ત રાષ્ટ્રના જિનીવા કાર્યાલયમાં ઈન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે પાકિસ્તાનને આતંકવાદી ફેક્ટરી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતને ભાષણ આપવાને બદલે ઈસ્લામાબાદે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં હુમલા કરતી આ આતંકી ફેક્ટરીઓ બંધ કરવી જોઈએ. આ સાથે તેમણે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. 

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ IPUની 148મી બેઠકમાં બોલી રહ્યા હતા ત્યારે ભારત પર પાકિસ્તાનની ટિપ્પણીને નકારી કાઢતાં હરિવંશે કહ્યું, લોકશાહીનો નબળો ટ્રેક રેકોર્ડ ધરાવતા દેશ માટે અમને ભાષણ આપવું હાસ્યાસ્પદ છે. પાકિસ્તાને આવા આક્ષેપો અને વર્ણનો સાથે IPU જેવા મંચનું મહત્વ ઘટાડ્યું ન હોત તો સારું થાત. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને હું ભાગ્યશાળી છું કે, ઘણા દેશોએ ભારતીય લોકશાહીનું અનુકરણ કરવા માટે એક મોડેલ ગણ્યું છે.

જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ
હરિવંશે કાશ્મીરને લઈ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોનો સંબંધ છે, તેઓ હંમેશાથી ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે.જૂઠ્ઠાણા અને પ્રચારની માત્રા આ હકીકતને બદલી શકશે નહીં. તેના બદલે પાકિસ્તાનને તેની આતંકવાદી ફેક્ટરીઓ બંધ કરવાની સલાહ આપવી જોઈએ. જેઓ માનવાધિકારની હિમાયત કરવાનો દાવો કરતી વખતે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી અસંખ્ય આતંકવાદી હુમલાઓ કરે છે.

વધુ વાંચો: કંગના રનૌતને કેમ મળી લોકસભાની ટિકિટ? આ એક ચીજ કામ લાગી ગઈ, દ્વારકાથી સંકેત

આ સાથે  હરિવંશે તેમની ટિપ્પણીમાં IPU સભ્યોને યાદ અપાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય, મદદ અને સક્રિયપણે સમર્થન આપવાનો ઇતિહાસ ધરાવે છે. તેમણે કહ્યું, મને યાદ અપાવવા દો કે, વૈશ્વિક આતંકવાદનો ચહેરો ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં મળી આવ્યો હતો. આ દેશે સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને આશ્રય આપ્યો છે, જેના પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે, ઈસ્લામાબાદ તેના લોકોના કલ્યાણ માટે યોગ્ય પાઠ શીખશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ