બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / BJP has given ticket to Dr. Hemang Joshi and Congress to Jashpal Singh Padhiyar for Vadodara seat.

ચૂંટણી 2024 / ગુજરાતની એવી બેઠક જ્યાં મહારાષ્ટ્રીયન મતદારો દબદબો, 1996થી કોંગ્રેસ છે ઠનઠન ગોપાલ

Dinesh

Last Updated: 07:36 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: હેમાંગ જોષી ભાજપ યુવા મોરચામાં કામ કરી ચુક્યા છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. વ્યવસાયે તબીબ છે તેમજ મૂળ પોરબંદરના વતની છે

લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યુ છે. વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે યુવા ઉમેદવારોની પસંદગી કરી છે. ભાજપે રંજનબેન ભટ્ટનુ નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલી ડૉ.હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે જશપાલસિંહ પઢીયારને ટિકિટ આપી છે. બંને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. વડોદરા શહેરને સ્વચ્છ શહેર બનાવીને રેલવે, બસ તેમજ એર કનેક્ટિવિટીથી જોડવાનો પ્રયાસ કરવાનો ભાજપના ઉમેદવારે દાવો કર્યો છે. જ્યારે વડોદરા બેઠક પર અઢી દાયકાથી ભાજપના ઉમેદવાર જીતતા હોવા છતાં શહેરનો જોઈએ તેવો વિકાસ કરી ન શક્યા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના ઉમેદવાર વિકાસમાં રહી ગયેલી ખામીઓ જણાવીને મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

 

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર
ભાજપ    ડૉ.હેમાંગ જોષી
કોંગ્રેસ    જશપાલસિંહ પઢીયાર

કોણ છે ડૉ.હેમાંગ જોષી?
હેમાંગ જોષી ભાજપ યુવા મોરચામાં કામ કરી ચુક્યા છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. વ્યવસાયે તબીબ છે તેમજ મૂળ પોરબંદરના વતની છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ છે.

કોણ છે જશપાલસિંહ પઢીયાર?
જેઓ પાદરાના પૂર્વ ધારાસભ્ય છે તેમજ ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો અને એકલબારા રાજવી પરિવારમાંથી આવે છે. સ્થાનિક સ્તરે સ્વીકૃત ચહેરો છે. જશપાલસિંહ નિર્વિવાદીત છબી છે

2019નું પરિણામ
ભાજપ    રંજનબેન ભટ્ટ
પરિણામ    જીત

કોંગ્રેસ    પ્રશાંત પટેલ
પરિણામ    હાર

વડોદરા લોકસભામાં કેટલી વિધાનસભા સમાવિષ્ટ?
સાવલી
વાઘોડિયા
વડોદરા શહેર
સયાજીગંજ
અકોટા
રાવપુરા
માંજલપુર

વડોદરા બેઠકનો ઈતિહાસ
1991 સુધી મોટેભાગે કોંગ્રેસના કબ્જામાં બેઠક હતી. 1991માં ભાજપે દીપિકા ચીખલીયાને મેદાને ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1991માં પહેલીવાર ભાજપે આ બેઠક ઉપરથી જીત મેળવી હતી. 1996માં સત્યજીતસિંહ ગાયકવાડ કોંગ્રેસ તરફથી આ બેઠક ઉપર જીત્યા છે. તો 1996 પછી વડોદરા બેઠક સતત ભાજપ પાસે જ રહી છે. 2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત વડોદરા બેઠકથી જીત્યા હતા. નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક ખાલી કરી અને પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટ જીત્યા હતાં.

વાંચવા જેવું:  લોકસભા ચૂંટણી પહેલાં સોમા પટેલે ફરી છોડી કોંગ્રેસ, કારણ આપી રાજીનામું ધર્યું

વડોદરા બેઠકનું જ્ઞાતિ ગણિત
વડોદરામાં OBC મતદાર નિર્ણાયક સાબિત થઈ શકે છે. વડોદરા લોકસભામાં આશરે 4.27 લાખ OBC મતદાર છે. મહારાષ્ટ્રીયન મતદાર પણ મહત્વની ભૂમિકામાં ભજવે છે. વડોદરામાં મહારાષ્ટ્રીયન મતદારની સંખ્યા લગભગ 3 લાખ 49 હજાર છે. જેમાં વૈષ્ણવ, પાટીદાર અને ક્ષત્રિય મતદાર પણ મહત્વના સાબિત થાય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ