બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / 'BJP government will be formed in Karnataka with full majority', claims Amit Shah

મોટું નિવેદન / 'પૂર્ણ બહુમતી સાથે કર્ણાટકમાં બનશે ભાજપની સરકાર', અમિત શાહનો દાવો

Priyakant

Last Updated: 02:57 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Elections Amit Shah News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કર્ણાટકમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે. ભાજપને તમામ તરફથી મળી રહ્યુ છે સમર્થન

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કર્ણાટક ચૂંટણી વચ્ચે મોટું નિવેદન
  • અમારી પાર્ટીએ 4% મુસ્લિમ અનામત નાબૂદ કરી: અમિત શાહ 
  • કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતુ: અમિત શાહ 
  • કોંગ્રેસ અનામતના વિરુદ્ધમાં છે તો PM મોદીની લોકપ્રિયતા અપાર: અમિત શાહ 

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ તરફ આજે કર્ણાટક ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે. આ સાથે ઉમેર્યું કે, ભાજપને તમામ તરફથી સમર્થન મળી રહ્યુ છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મેં કર્ણાટકના તમામ પ્રદેશોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.  

મુસ્લિમ અનામતને લઈ શું કહ્યું ? 
અમિત શાહે કહ્યું કે, અમારી પાર્ટીએ 4% મુસ્લિમ અનામત નાબૂદ કરી છે કારણ કે તે ગેરબંધારણીય હતું. આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે જ્યારે જ્યારે PM વિરુદ્ધ નિવેદનો કર્યા છે ત્યારે ભાજપે જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે. આ સાથે કહ્યું કે, કોંગ્રેસ અનામતના વિરુદ્ધમાં છે તો PM મોદીની લોકપ્રિયતા અપાર છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં ડબલ એન્જીન સરકાર બનશે. કર્ણાટકની જનતા કોંગ્રેસને જવાબ આપશે. કોંગ્રેસે PM માટે અપશબ્દનો ઉપયોગ કર્યો છે. 

અમિત શાહે કહ્યું કે, અમે આરક્ષણની અંદર ખૂબ જ સમજી વિચારીને આરક્ષણ કર્યું છે. અમે અનુસૂચિત જનજાતિ આરક્ષણમાં અનામતમાં કેટલીક મર્યાદાઓ નક્કી કરી છે.  કોંગ્રેસ તેને હટાવવા માંગે છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, જે અનામત એસસીની અનામતમાં છે, તેને હટાવવામાં નહીં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ