બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP-Congress demand to introduce parental consent law for love marriages in Gujarat

કાયદાની માંગ / લવમેરેજમાં માતા-પિતાની મંજૂરી જરૂરી? BJP MLAની માંગને હવે કોંગ્રેસમાંથી પણ મળ્યો સાથ, ગેનીબેન ઠાકોરે જુઓ શું રજૂઆત કરી

Malay

Last Updated: 01:42 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સંમતિનો કાયદો લાવવા ભાજપ-કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, માતાપિતાની સંમતિ વિના થતા લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે

  • ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો પ્રેમ લગ્નનો મુદ્દો 
  • ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ કાયદાની કરી માંગ
  • પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી કરવાના કાયદાની માંગ

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે પ્રેમ લગ્નનો મુદ્દો ગુંજ્યો હતો. કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી હતી. રાજ્યમાં નોંધાતા પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી કરાવવી ફરજિયાત હોવી જોઇએ તેવો મત ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ એક સૂરમાં વ્યક્ત કર્યો હતો. ​ભાજપના ધારાસભ્યની માંગને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યું હતું.

પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્યોએ શું માંગ કરી? 
ધારાસભ્યોએ સામાજિક મુદ્દાઓને વિધાનસભામાં રજૂ કર્યા હતા. વિધાનસભામાં ધારાસભ્યોએ માંગ કરી હતી કે, પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઇએ. તેઓએ જણાવ્યું હતું કે, માતા-પિતાની પરવાનગી વિના થતાં લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. રાજ્યમાં સહમતી વિના થતા લગ્નને કારણે ક્રાઈમ વધે છે.  પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી લેવાનો નિયમ ફરજિયાત કરવો જોઇએ. સાથે જ લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની પણ જરૂર છે.  માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે.

No description available.

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શું માંગ કરી?
કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માંગ કરતા જણાવ્યું હતું કે, પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી લેવાનો નિયમ ફરજિયાત કરવો જોઇએ. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં પણ ફેરફાર કરવા જોઈએ. પ્રેમલગ્નનો કાયદો બનાવવાથી સામાજિક રીતે ફાયદો થશે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ ફતેસિંહ ચૌહાણના માંગણીને સમર્થન આપ્યું હતું. 

ગેનીબેન ઠાકોરે પણ કરી કાયદા માંગ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,  'જ્યારે આંતર સમાજમાં લગ્ન થતા હોય ત્યારે સમાજના પંચોની હાજરી પણ ફરજિયાત કરવી જોઇએ. જો પંચ અનુમતિ આપે તો જ આવા આંતરજ્ઞાતિય લગ્નોને બહાલી આપવી જોઇએ.' 

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કંઇક આવું...
ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય, વાવ)

બે વર્ષ પહેલા ગેનીબેન ઠાકોરે લખ્યો હતો પત્ર
અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા જ લવ મેરેજના કાયદામાં સુધારો કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો. ગેનીબેન ઠાકોરે પત્રમાં લખ્યું હતું કે, સમાજમાં બદનામીની છાપ ધરાવતા લોકો દિકરીઓને લોભ, લાલાચ, પ્રલોભન આપીને તેની નાદાનીનો અને તેની ભોળપણનો લાભ ઉઠાવીને દિકરીઓના માં-બાપ, સગા વહાલા અને સમાજને અંધારામાં રાખી ભગાડી લઈ જઈને કાયદાનો ઉપયોગ કરીને લગ્ન બીજા જિલ્લાઓમાં જઈને કરે છે અને જ્યારે દિકરીના સમાજ અને મા-બાપને પરિવારને આ વાતની ખબર પડે ત્યારે વર્ગવિગ્રહ અને ખુનખરાબી સુધી ફરિયાદો નોંધાય છે. તે પરિવાર ઉપર તેનો સમાજ અને બીજા સગાવહાલા નફરત કરે છે. તે કુટુંબ તમામ રીતે તૂટી જાય છે. તેમનું જીવન અંધકારમય બની જાય છે. બાકીના અન્ય દીકરા-દીકરીઓના સમાજમાં કોઈ સગપણ થતાં નથી. 

લવ મેરેજમાં અમે વિરોધી નથીઃ ગેનીબેન
ભોગ બનનાર દીકરી અંતે પસ્તાય છે અને તે પોતાના પરિવારમાં આવી શકતી નથી અંતે આપઘાત કરે છે.   લવ મેરેજમાં અમે વિરોધી નથી પણ જે દીકરી અન્ય સમાજમાં લગ્ન કરવા માગતી હોય કે સમાજમાં કરવા માગતી હોય તો તેના માતા-પિતા અથવા દીકરીના જેની સાથે લોહીના સંબંધ ધરાવે છે તથા વાલીની સંમતિ અને સાક્ષીમાં તેમની સહી લેવામાં આવે તે હાલના સમયની માંગ છે.  જેથી કોઈ તકલીફ ઊભી ન થાય અને લગ્નની નોંધણી દીકરીના ગામમાં જ થવી જોઈએ અને સાક્ષીમાં ગામના લોકો જ રાખી શકાય તે પણ કાયદામાં સુધારો કરવો જોઈએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ