બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / BJP Bengal List: Bhojpuri star Pawan Singh in front of Shatrughan Sinha

Loksabha Election 2024 / બોલિવુડ એક્ટર શત્રુઘ્ન સિંહાની સામે આ એક્ટરને મળી ટિકિટ, આસનસોલ પર સિતારાની ટક્કર

Hiralal

Last Updated: 09:12 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકસભાના 20 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે જેમાં હાઈ પ્રોફાઈલ આસનસોલ બેઠક પર ભોજપુરી સ્ટાર પવનસિંહને ઉતાર્યાં છે.

ભાજપની લોકસભાની 195 ઉમેદવારોની યાદીમાં પશ્ચિમ બંગાળમાં 20 ઉમેદવારો સામેલ છે જેમાં ઉડીને આંખે વળગે તેવું નામ ભોજપુરી સ્ટાર પવનસિંહનું છે. ભાજપે પવનસિંહને આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં છે. તેમની સામે ટીએમસી બોલીવુડ એક્ટર શત્રુઘ્ન સિંહાને ઉતારવાની છે. ભાજપના સૂત્રોને ટાંકીને જાણવા મળે છે કે એક આંતરિક સર્વે અને અનેક લોકો સાથેની વાતચીત બાદ એવું તારણ નીકળ્યું હતું કે શત્રુઘ્ન સિંહા સામે કોઇ સ્ટારને રમાડવો જોઇએ અને ભોજપુરી સ્ટાર પવન સિંઘનું નામ ફાઇનલ થઇ ગયું હતું. ભાજપના મતે આ લડાઈ ઓલ્ડ સ્ટાર અને ન્યૂ સ્ટાર વચ્ચે છે. બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક આસનસોલની બેઠક છે. અહીં મોટી મોટી હસ્તીઓને હંમેશા મેદાનમાં ઉતારવામાં આવે છે. 

ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી 
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે 20 લોકોની યાદી જાહેર કરી છે. આમાંથી નવ સાંસદોને ફરી ટિકિટ આપવામાં આવી છે. અલીપુરદુઆરથી માત્ર એક જ સાંસદ જોન બરલાને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા મનોજ તિગ્ગાને ટિકિટ આપવામાં આવી છે. આ 20 લોકોમાં ચાર ધારાસભ્યો છે, જેમને ટિકિટ આપવામાં આવી છે.

કોણ છે પવનસિંહ 
પવન સિંહ ભોજપુરી ફિલ્મના સ્ટાર છે. તેમની ફેન ફોલોઇંગ ખૂબ જ મોટી છે અને તેની એક્ટિંગ અને ફિલ્મોમાં ગાવાની સાથે તેની પ્રોપર્ટી પણ કરોડોમાં છે. અહેવાલો અનુસાર પવન સિંહની અંદાજિત નેટવર્થ લગભગ 6-8 મિલિયન ડોલર (લગભગ 50-65 કરોડ રૂપિયા) છે. પવન સિંહની ગણતરી ભોજપુરી સિનેમાના સૌથી મોંઘા કલાકારોમાં થાય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ