ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બંગાળમાં મુખ્યમંત્રીનો નિર્ણય કરવા પોતે જશે અમિત શાહ, આસામની જવાબદારી આ નેતાને સોંપાઈ

નેશનલ / બંગાળમાં મુખ્યમંત્રીનો નિર્ણય કરવા પોતે જશે અમિત શાહ, આસામની જવાબદારી આ નેતાને સોંપાઈ

Published By: Jinal Chauhan

Last Updated: 02:42 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં મળેલી ઐતિહાસિક જીત અને આસામમાં ઊભી થયેલી નવી શક્યતાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મોટા નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહને બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે જે.પી.નડ્ડાને આસામની જવાબદારી આપવામાં આવી છે.

ADVERTISEMENT

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં BJPની અભૂતપૂર્વ જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે બંગાળમાં BJPનો પહેલો મુખ્યમંત્રી બનાવવાની જવાબદારી પાર્ટીએ પોતાના મુખ્ય રણનીતિકાર અમિત શાહને સોંપી છે. આ નિર્ણય રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ ભાજપ સંસદીય બોર્ડે પશ્ચિમ બંગાળમાં પાર્ટીના વિધાનમંડળના નેતા પસંદ કરવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. અને મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. માહિતી મુજબ બંને નેતાઓ રાજ્યના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતૃત્વ સાથે બેઠક કરશે જેથી મુખ્યમંત્રી અને કેબિનેટના નામો અંગે અંતિમ નિર્ણય લઈ શકાય.

Amit-Shah-In-Gujarat

ભાજપે બંગાળ સાથે સાથે આસામમાં પણ પોતાની પકડ મજબૂત રાખવા માટે અનુભવી નેતાઓને જવાબદારી સોંપી છે. પાર્ટીએ જે.પી. નડ્ડાને આસામના નિરીક્ષક બનાવ્યા છે જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેમની મુખ્ય ભૂમિકા રાજ્યમાં સંગઠનાત્મક સમન્વય જાળવવાની અને આવનારા રાજકીય નિર્ણયો પર નજર રાખવાની રહેશે. આ નિમણૂક સાથે ભાજપે બંને રાજ્યોમાં સત્તાની વ્યૂહરચના ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.

ભાજપના રાજ્ય અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યએ નવી સરકારના શપથગ્રહણ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અપેક્ષા શું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગઈકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે 9 મેના રોજ શપથગ્રહણ સમારોહ યોજાશ, કારણ કે આ દિવસ રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ છે. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાશે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ કઇ રીતે તૂટ્યો મમતા બેનરજીનો બંગાળનો ગઢ? જાણો સત્તા ગુમાવવા પાછળના 5 કારણ

પશ્ચિમ બંગાળમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા 206 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સીમિત રહી છે. આવી સ્થિતિમાં અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાને નિરીક્ષક બનાવવાનો નિર્ણય પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી અને સરકાર રચનાની પ્રક્રિયાને સુચારૂ રીતે આગળ વધારવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal elections BJP Assam politics

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ