બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Birth control pill for men Know how to stop sperm for two and a half hours scientists new discovery

તમારા કામનું / પુરુષો માટે બની રહી છે ગર્ભનિરોધક ગોળી: જાણો કઈ રીતે અઢી કલાક માટે રોકાઈ જશે સ્પર્મ, વૈજ્ઞાનિકોની નવી શોધ

Arohi

Last Updated: 12:17 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિક હવે પુરૂષો માટે ગર્ભનિરોધક ગોળીઓ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રમાં તેમને એક મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ એક એવી ગોળી બનાવી છે જે ઉંદરો પર સફળ રહી છે. હવે આ પ્રયોગને પ્રીક્લિનિકલ મોડલમાં રિવાઈઝ કર્યા બાદ મનુષ્યો પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે.

  • વૈજ્ઞાનિકોએ પુરૂષો માટે બનાવી ગર્ભનિરોધક ગોળી 
  • વૈજ્ઞાનિકોને આ ક્ષેત્રમાં મળી મોટી સફળતા 
  • મનુષ્યો પર કરવામાં આવશે તેનું ક્લિનિકલ ટ્રાયલ 

મહિલાઓની ગર્ભનિરોધક ગોળીઓની જેમ જ વૈજ્ઞાનિકો પુરૂષો માટે ગર્ભનિરોધક ગોળી બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોને તેમાં એક મોટી સફળતા મળી છે. તેમણે એક એવી ગર્ભનિરોધક દવા વિકિત કરી છે જે અસ્થાયી રીત શુક્રાણુઓને પોતાના રસ્તામાં આવવાથી રોકીને ઉંદરોમાં ગર્ભધારણને રોક્યું છે. 

પુરૂષો માટે અત્યાર સુધી હતો ફક્ત 1 જ વિકલ્પ 
અમેરિકાની વીલ કોર્નલ મેડિસિનના સંશોધકે કહ્યું કે અત્યાર સુધી પુરૂષો માટે ગર્ભનિરોધકનો એક માત્ર વિકલ્પ કોન્ડોમ હતો. સંશોધકોએ કહ્યું કે હાલમાં પુરૂષો માટે બનાવવામાં આવી રહેલી ગર્ભનિરોધક ગોળીઓ પર રિસર્ચ એટલા માટે રોકવામાં આવ્યું કારણ કે તેને ઘણા સાઈડ ઈફેક્ટ્સ સામે આવ્યા હતા. 

ઉંદરો પર કરવામાં આવ્યું રિસર્ચ 
પુરૂષ ગર્ભનિરોધક ગોળીઓ પર સ્ટડીના આ વરિષ્ઠ લેખકો લોની લેવિન અને જોચેન બકની ટીમે જોયું કે ઉંદરોમાં આનુવંશિક રીતે એક મહત્વપૂર્ણ સેલુલર સિગ્નલિંગ પ્રોટીન, સોલ્યુબલ એડેનલીલ સાઈક્લેઝ કહેવામાં આવે છે તેની કમી હોય છે. 

અઢી કલાક માટે રોકે છે સ્પર્મ 
નેચર કમ્યુનિકેશન્સ પત્રિકામાં પ્રકાશિત સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે sAC અવરોધકના એક ડોઝ, TDI-11861 ઉંદરના શુક્રાણુઓને અઢી કલાક સુધી સ્થિર કરી દે છે. સંભોગ બાદ મહિલા પ્રજનનના રસ્તામાં ઉંદરના શુક્રાણુ નિષ્ક્રિય બની રહ્યા છે. 

સંશોધકોએ જણાવ્યું કે ત્રણ કલાક બાદ, અમુક શુક્રાણુમાં ગતિ આવી અને 24 કલાક સુધી લગભગ બધા શુક્રાણુઓ સામાન્ય ગતિમાં આવી ગયા. TDI-11861નો ડોઝ લેનાર નર ઉંદરને માદા ઉંદરની સાથે રાખવામાં આવ્યા હતા. ઉંદરે સામાન્ય રીતે સંભોગ કર્યો પરંતુ 52 અલગ અલગ વખત સંભોગ બાદ પણ માદા ઉંદર ગર્ભવતી ન થઈ. 

કઈ રીતે કામ કરે છે આ ગોળી? 
સંશોધકોએ કહ્યું, "અમારી આ ગોળી 30 મિનિટથી એક કલાકની અંદર કામ કરે છે. જ્યારે બીજી ગર્ભનિરોધકોમાં શુક્રાણુઓની સંખ્યાને ઓછુ કરવા અથવા તેમને ઈંડાને નિષેચિત કરવામાં અસમર્થ થવા માટે અઠવાડિયું લાગી જાય છે."

સંશોધકોનું કહેવું છે કે sAC અવરોધકની ગોળીઓનો પ્રભાવ વધારે સમય સુધી નથી રહેતો અને પુરૂષ તેને ફક્ત ત્યારે જ લે છે જ્યારે તેમને જરૂર હોય. તેનાથી પુરૂષોની પોતાની પ્રજનન ક્ષમતાને લઈને રોજ નિર્ણય લેવાની આઝાદી મળશે. 

હવે મનુષ્યો પર થશે રિસર્ચ 
લેવિને જણાવ્યું કે તેમની ટીમ એ ગોળીએને ઉંદર પર સફળ પરીક્ષણ કરી ચુકી છે અને તે મનુષ્યોમાં તેના ટ્રાયલને લઈને કામ કરી રહી છે. સંશોધકોએ હવે આ પ્રયોગને એક અલગ પ્રીક્લિનિકલ મોડલમાં પુનરાવર્તિત કરશે. ત્યાર બાદ મનુષ્યો પર આ દવાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. જો પરીક્ષણ સફળ થશે તો પુરૂષો માટે એક ગર્ભનિરોધક ગોળી બજારમાં આવી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ