બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Biporjoy on..schools closed, market closed, temple closed, ST bus closed, transport closed, see what the collector ordered in the affected districts?

બિપોરજોય ઈફેક્ટ / બિપોરજોય ઓન..સ્કૂલો બંધ, બજાર બંધ, મંદિર બંધ, એસટી બસ બંધ, ટ્રાન્સપોર્ટ બંધ, જુઓ પ્રભાવિત જિલ્લાઓમાં ક્લેક્ટરે ક્યાં શું આદેશ આપ્યા?

Vishal Khamar

Last Updated: 11:39 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાનાં લીધે સાવચેતીનાં ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ એસટી તંત્ર દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં બસોનાં રૂટ સ્થગિત કરાયા છે.

  • અમદાવાદમાં આવતીકાલે તમામ સ્કૂલો બંધ રહેશે
  • કર્મચારીઓ અને શિક્ષકોને સ્કૂલમાં હાજર રહેવાનું રહેશે 
  • બિપોરજોય વાવાઝોડાને લઈ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે

બિપોરજોય વાવાઝોડાને પગલે અમદાવાદ DEO  દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે અમદાવાદમાં તમામ સ્કૂલો બંધ રહેશે તેમજ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓ અને શિક્ષકોને સ્કૂલમાં હાજર રહેવાનું રહેશે. 

આવતી કાલ ૧૬ જુને શાળા કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા કલેકટરનો આદેશ
બિપરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની આગાહીના કારણે આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાને લઇ આવતીકાલે તા. ૧૬ જૂન, શુક્રવારના રોજ રાજકોટ જિલ્લાની અને શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક (સરકારી,અનુદાનિત,ખાનગી) શાળાઓ તથા કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખી  શાળામાં રજા રાખવા જિલ્લા કલુકટરશ્રી પ્રભવ જોષીએ આદેશ કર્યા છે.

જામનગર ડેપો ખાતે વર્ષો જૂનું વૃક્ષ જમીન દોસ્ત થયું 
જામનગર જીલ્લામાં વાવઝોડાની લીધે એસટી સેવા બંધ કરવામાં આવી છે. ધ્રોલ, જામજોધપુર, લાલપુર તાલુકામાં એસટી બસનાં રૂટ સ્થગિત કરાયા છે. જામનગર ડેપો ખાતે વર્ષો જૂનું વૃક્ષ જમીન દોસ્ત થયું હતું. વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ બસનાં રૂટ બંધ થતાં મુસાફરો અટવાયા હતા. 


16 તારીખ સુધી ટ્રકો નહીં દોડાવવાનો ટ્રક માલિકોનો નિર્ણય 
કચ્છનાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ટ્રકોનાં પૈડા થંભી ગયા હતા. મુન્દ્રા, કંડલા પોર્ટ અને લિગ્નાઈટ ઉદ્યોગ બંધ હોવાથી ટ્રકોનાં પૈડા થંભ્યા છે. 16 તારીખ સુધી ટ્રકો નહી દોડાવવાનો ટ્રક માલિકો દ્વારા નિર્ણય કર્યો છે. ડ્રાઈવરને પણ સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે સૂચના અપાઈ હતી.

વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય
રાજ્યભરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે સાવચેતીનાં ભાગરૂપે સ્કૂલ, કોલેજો તેમજ શાળાઓ બંદ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે બનાસકાંઠાના વાવની તમામ શાળાઓ 3 દિવસ બંધ રહેશે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. સરહદી વિસ્તારમાં વાવાઝોડાની વધુ અસર થાય તેવી શક્યતા છે. વહીવટી તંત્રએ સરપંચ, શિક્ષકો અને આગેવાનો સાથે બેઠક કરી હતી.  
 

માતાના મઢ યાત્રાધામ સહિતના ગામને કરાયું બંધ
બિપોરજોય વાવાઝોડાનાં પગલે અંજારમાં આવેલ માતાના મઢ યાત્રાધામ સહિતનાં ગામને બંધ કરાયું હતું.  વાવાઝોડાની અસરને પગલે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હતો. દરિયામાં વાવાઝોડાની અસરને લઈને ભારે કરંટ જોવા મળ્યો હતો. 

વાવાઝોડાને લઈને ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે
ગુજરાત પર વાવાઝોડાને લઈને તમામ મંદિરો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકાધીશ, ખોડલધામ, સાળંગપુર, ખોડલધામ, સાળંગપુર, ગોપીનાથ મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે. ત્યારે મંદિરની વેબસાઈટ પર ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ