બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / બાઈકના શોખીનો ખાસ વાંચે, શોરૂમ જેવી ચમક રાખવી હોય તો ફોલો કરો આ ટિપ્સ
Last Updated: 04:26 PM, 30 September 2025
જો તમે પણ બાઈક લવર હોય તો શું તમને ખબર છે કે તેની સાચી શોભા તેની ચમક અને રંગમાં છે. શોરૂમમાંથી નવી બાઇક ચમકતી બહાર આવે છે, પરંતુ થોડા મહિનામાં તેનો રંગ ઝાંખો પડવા લાગે છે.તડકો, ધૂળ અને વરસાદ તેના માટે જવાબદાર છે.જો કે આપણે કરેલી નાની ભૂલો બાઇકની ચમક વધુ ઝાંખી કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારી બાઇક હંમેશા નવી દેખાય તો તરત જ આ ભૂલો ટાળવાનું શરૂ કરો.
ADVERTISEMENT
લોકો ઘણીવાર તેમની બાઇક ધોવા માટે ડીશ સોપ અથવા ડીશ વોશિંગ લિક્વિડનો ઉપયોગ કરે છે. આવા ડિટર્જન્ટમાં સ્ટ્રોંગ કેમિકલ હોય છે જે પેઇન્ટના પ્રોટેક્ટિવ સ્તરને દૂર કરે છે. જ્યારે આ લેયર નીકળી જાય ત્યારે પેઇન્ટ તેની ચમક ગુમાવે છે અને સૂર્યપ્રકાશથી વધુ નુકસાન થાય છે. તમારી બાઇક ધોવા માટે હંમેશા કાર અથવા બાઇક શેમ્પૂનો ઉપયોગ કરો.જો તે ન હોય તો વાળ માટે શેમ્પૂ પણ એક સારો વિકલ્પ છે.
ADVERTISEMENT
પાણી લીધા વગર કોરા કપડાથી બાઈક સાફ કરવીએ સૌથી મોટી ભૂલ છે. નાના ધૂળના કણો પેઇન્ટ પર સ્ક્રેચ કરે છે. જે સમય જતાં તેની ચમક ઓછી કરી દેશે. બાઇકને સાફ કરવા માટે પહેલા તેના પર પાણી રેડો અને પછી તેને માઇક્રોફાઇબર અથવા સોફ્ટ કોટન કાપડથી સાફ કરો. આનાથી પેઇન્ટની ચમક જળવાઈ રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણા લોકો બાઈકની ટાંકી પર ગંદુ કપડું કે રૂમાલ રાખે છે. જો આ કપડા ગંદા હોય, તો પવન કે કંપનને કારણે તે સતત પેઇન્ટ પર ઘસાય છે, જેના કારણે ટાંકી પર નિશાન રહે છે. તેવી જ રીતે, ગંદા કવરનો ઉપયોગ કરવાથી પેઇન્ટ પણ બગડે છે.હંમેશા સ્વચ્છ કપડા કે કવરનો ઉપયોગ કરો.
આ પણ વાંચોઃ TESLAના ધાંસૂ મોડલની ભારતમાં ડિલિવરી શરૂ, જાણો દમદાર ફિચર્સથી લઇને કિંમત વિશે
ADVERTISEMENT
જો તમે તમારી બાઇકને લાંબા સમય તડકામાં પાર્ક કરેલી રાખશો તો કલર ઝાંખો થશે. સૂર્યના કિરણો પેઇન્ટને ઝાંખો કરે છે, અને બાઇકની ચમક ધીમે ધીમે ઓછી થતી જાય છે. તમારી બાઇકને હંમેશા છાયડામાં પાર્ક કરવાનો પ્રયાસ કરો. જો શક્ય હોય તો હળવા કવરનો ઉપયોગ કરો.
ADVERTISEMENT
ઉપર જણાવેલી નાની ભૂલોને ટાળીને, તમારી મોટરસાઇકલ લાંબા સમય સુધી ચમકતી અને નવી રહેશે. ધોવા, સાફ કરવા અને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા આ ત્રણ બાબતો વર્ષો સુધી તમારી બાઇકની ચમક જાળવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.