બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Bihar's DyCM Tejashwi Yadav got a jolt from the Ahmedabad court

BIG NEWS / બિહારના DyCM તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટે આપ્યો ઝટકો, બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું નોંધ્યું, સમન્સ ઇશ્યુ

Vishal Khamar

Last Updated: 05:06 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારનાં નાયબ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતીઓને મહાઠગ કહેવા બદલ તેઓ વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ થઈ હતી. જે કેસમાં કોર્ટ દ્વારા નોંધ્યું કે બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોય છે. જેથી કોર્ટે બિહારનાં નાયબ મુખ્યમંત્રી સામે સમન્સ ઈશ્યું કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

  • બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો
  • તેજસ્વી યાદવ સામે પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું
  • તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ કર્યુ ઇશ્યુ

બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઈશ્યું કરતા તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે. જેથી તેજસ્વી યાદવ સામે પણ પ્રાથમિક રીતે ગુનો બને છે જેની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ 22 સપ્ટેમ્બરનાં રોજ તેજસ્વી યાદવને હાજર રહેવા માટે મેટ્રો કોર્ટે સમન્સ ઈશ્યું કર્યું હતું.

Complaint against DyCM of Bihar <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/tejashwi-yadav' title='Tejashwi Yadav'>Tejashwi Yadav</a> in Ahmedabad Metro Court
 હરેશ મહેતાએ નોંધાવ્યો છે કેસ
સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ તેજસ્વી યાદવે આપેલા નિવેદન મામલે મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના DyCM તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં તેજસ્વી યાદવના વિવાદીત નિવેદનના કારણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન થયું હોવાથી તેમની વિરુદ્ધ બદનક્ષીનો કેસ ચલાવી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

શું બોલ્યા હતા તેજસ્વી યાદવ?
PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની રેડ કોર્નર નોટિસ રદ્દ થવા મામલે નિવેદન આપતા સમયે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બફાટ કર્યો હતો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પર નિશાન સાધતા તેજસ્વી યાદવે તમામ ગુજરાતીઓ પર આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, બે ઠગ છે. આજે દેશની દશા જોઈએ તો, માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ