બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Bihar man receives call from missing daughter declared dead

રહસ્યમય ઘટના / 'પપ્પા હું તો જીવતી છું', ચિતા સળગીને રાખ થયા બાદ આવ્યો દીકરીનો ફોન, હવે બન્યું માથું ફરી જાય તેવું

Hiralal

Last Updated: 09:07 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પૂર્ણિયામાં એક પરિવારે ભાગી ગયેલી દીકરીને મરેલી માનીને બીજી કોઈ મહિલાના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં, અંતિમ સંસ્કાર બાદ છોકરીનો ફોન આવતાં ભૂલ પકડાઈ.

  • બિહારના પૂર્ણિયામાં અજીબ ઘટના
  • પરિવારે ભૂલથી ભાગેલી દીકરીને મરેલી માનીને કર્યાં અંતિમ સંસ્કાર
  • પોતે જીવતી છે તેવું કહેવા દીકરીએ પિતાને કર્યો ફોન 

બિહારના પૂર્ણિયાના એક ગામના પરિવારને દીકરીને બદલે એક અજાણી મહિલાના અંતિમ સંસ્કાર કરવાનો વારો આવ્યો. એ તો મરેલી મનાતી દીકરીના અંતિમ સંસ્કાર બાદ તેનો ફોન આવ્યો અને તેણે પોતે જીવતી હોવાનો પુરાવો આપ્યો ત્યારે બધાને ખબર પડી કે તેમણે કોઈ બીજાના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં, આ ઘટનાથી હસવું કે રડવું એ કોઈ નક્કી ન કરી શક્યું અને ઉલટાનું લોકો જીભે આ કિસ્સાનો ચર્ચાઈ રહ્યો છે. પૂર્ણિયામાં એક પરિવારે દીકરીના અંતિમ સંસ્કાર કર્યા અને શ્રાદ્ધ કર્મની તૈયારીમાં લાગી ગયા હતા. આ દરમિયાન અંશું નામની છોકરીએ  વીડિયો કોલ કરીને કહ્યું- પાપા, હું હજુ જીવિત છું. ત્યાર બાદ લોકોને આશ્ચર્ય થાય છે. પોલીસને એ વાતની પણ ચિંતા સતાવી રહી છે કે જો તે અંશુ કુમારીની લાશ ન હતી તો કોની હતી. ત્રણ દિવસ સુધી ઘરમાં શોક હતો. પિતાએ દીકરીની અર્થી પણ સજાવી દીધી હતી. અંતિમયાત્રામાં ગ્રામજનો જોડાયા હતા. રડી રડીને પરિવારની હાલત ખરાબ થઈ ગઈ હતી. પિતાએ ભારે મને દીકરીને અંતિમ વિદાય આપી અને દાદાએ તેની અંતિમવિધિ કરી હતી. અંશુના અંતિમ સંસ્કારના થોડા સમય બાદ તેનો વીડિયો કોલ આવ્યો કે પપ્પા હું તો હજી જીવતી છું, આ બધાને બધો મોટો આંચકો લાગ્યો. હવે મોટો સવાલ ઊભો થયો કે તેમણે જે લાશના અંતિમ સંસ્કાર કરી નાખ્યા તે કોની હતી. સાથે જ પરિવારજનોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે લાશની ઓળખ કરવામાં તેમણે કેવી રીતે ભૂલ કરી, જેના કારણે તેમની જીવતી દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહી છે.

એક મહિનાથી ગુમ થઈ દીકરી, પિતાએ લાશની ઓળખ કરી
15 ઓગસ્ટના રોજ દઢવા ગામની નહેરમાં એક અજાણી યુવતીની લાશ તરતી મળી આવી હતી. તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લાશની ઓળખ પોતાની પુત્રી અંશુ કુમારી તરીકે થઈ હતી. ઘણા દિવસોથી પાણીમાં રહેવાને કારણે તેનો ચહેરો ઓળખાયો તેવો રહ્યો નહોતો.  આંગળી અને કાપડના આધારે પરિવારજનોએ લાશની ઓળખ અંશુ તરીકે કરી હતી. આમેય 15 દિવસ પહેલા અંશુ ઘેરથી ગુમ થઈ હતી, ખૂબ શોધખોળ કરવા છતાંય પણ તેનો કંઈ પતો લાગતો નહોતો આથી પરિવારને લાગ્યું કે તેની હત્યા થઈ છે અને જે લાશ મળી છે તે અંશુની છે. અંશુ કુમારીએ ઘરેથી ગુમ થઈને પોતાના પ્રેમી સાથે એક મંદિરમાં લગ્ન કર્યા હતા. પરંતુ જ્યારે અંતિમ સંસ્કારના સમાચાર મીડિયામાં આવ્યાં ત્યારે અંશુને આંચકો લાગ્યો અને તરત તેણે તેના પપ્પાને ફોન કરીને કહ્યું કે પોતે જીવતી છે. 

લાશ કોની, હવે પોલીસ માટે ખરો પડકાર 
હવે સવાલ એ છે કે પરિવારે અંશુ માનીને જે લાશના અંતિમ સંસ્કાર કર્યાં તે કોની હતી. મરેલી છોકરી સાથે રેપ અને હત્યાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અજાણ્યા મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના કપડાં અને ઓળખ માટે જરૂરી ચીજવસ્તુઓ હજુ પણ સલામત છે. પોલીસ હવે નવેસરથી તેની ઓળખ કરવાનો પ્રયાસ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ