બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google Mapsએ ફરી દગો આપ્યો! આખી રાત જંગલમાં રહેવું પડ્યું આ પરિવારને, કિસ્સો ચોંકાવનારો

ટેક્નોલોજી / Google Mapsએ ફરી દગો આપ્યો! આખી રાત જંગલમાં રહેવું પડ્યું આ પરિવારને, કિસ્સો ચોંકાવનારો

Last Updated: 11:19 AM, 7 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના યુગમાં જ્યારે આપણે દરેક જગ્યાએ જવા માટે Google Maps નો સહારો લઈએ છીએ ત્યારે તે ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. થોડા દિવસો પહેલા જ અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા.

આજે જયારે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ વધારે કરીએ છીએ, ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરીએ છીએ, ત્યારે ઘણીવાર એવું પણ બને છે કે ટેકનોલોજીને લીધે આપણને નુકસાન પણ સહન કરવું પડે છે. આપણે કશે પણ જવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ મુશ્કેલીનું કારણ પણ બની રહ્યું છે. Google Maps ના સહારો લઈને જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે હવે ફરી એકવાર ગુગલ મેપ મુશ્કેલીનું કારણ બન્યો હોય એવી કિસ્સો સામે આવ્યો છે. બિહારનો એક પરિવાર ઉજ્જૈનથી ગોવા જતા શિરોલીના ગાઢ જંગલમાં ફસાઈ ગયો.

PROMOTIONAL 13

બિહારના રાજદાસ રણજીતદાસ અને તેમના પરિવારના ચાર સભ્યો (બે પુરૂષ અને બે મહિલા) ઉજ્જૈનથી ગોવા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગૂગલ મેપ્સની મદદથી રસ્તો નક્કી કર્યો. પરંતુ, તકનીકી ખામીને કારણે, મેપે તેમને શિરોલી જંગલની અંદર નિર્જન અને ખોટા રસ્તા પર પહોંચાડી દીધા.

રસ્તામાં ન તો કોઈ વસ્તી હતી કે ન તો મોબાઈલ નેટવર્ક. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પરિવારને આખી રાત પોતાની કારમાં જ વિતાવવી પડી. ગભરાટ અને લાચારીની સ્થિતિમાં, તેમણે ગુરુવારે સવારે નેટવર્ક મળતાં જ ઇમરજન્સી સેવા નંબર 112 પર સંપર્ક કર્યો. પરિવારનો ફોન આવતા જ ખાનપુર પોલીસ તરત જ એક્શનમાં આવી અને તેમને મદદ કરી. આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર કેઆઇ બદીગર અને ઓફિસર જયરામ હનમનવરે પરિવારનું લોકેશન શોધી કાઢ્યું અને ગાઢ જંગલમાંથી 31 કિલોમીટરની મુસાફરી કરીને તેમના સુધી પહોંચ્યા.

આ પણ વાંચો: ક્યાંક તમારી સાથે આવો કાંડ ના થઇ જાય! Google Maps યુઝર્સ જરૂરથી ફૉલો કરજો આ ટિપ્સ

પોલીસે પરિવારને સલામત રીતે બહાર તો કાઢ્યો જ, પણ સાથે જ તેમને ભોજન અને પાણી પણ પૂરું પાડ્યું. આ પછી, તેમને સાચા રસ્તા પર જવા માટે મદદ કરી જેથી તેઓ સુરક્ષિત રીતે ગોવા પહોંચી શકે. ખાનપુર પોલીસના જણાવ્યા અનુસાર, શિરોલીનું જંગલ એક એવો વિસ્તાર છે જ્યાં ગુગલ મેપ ઘણીવાર ખોટી દિશાઓ આપે છે. આવું પહેલીવાર નથી બન્યું. ઘણા પ્રવાસીઓ જંગલની અંદર રસ્તો ભટકી જાય છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં નેટવર્ક અને સિગ્નલ મર્યાદિત હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Maps Technology News Map Navigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ