બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Biggest news regarding Gujarat budget

અંદરખાને / ગુજરાતના સૌથી મોટા કદના બજેટની જાહેરાત કરવાનો પ્લાન, આ વિભાગને કરોડો ફળવાય તેવા સંકેત

Dinesh

Last Updated: 09:55 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનુ બજેટ 24 ફેબ્રુઆરીએ રજૂ થશે, પાપ્ત વિગતો મુજબ પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે તેમજ અંદાજે 2100 કરોડ રુપિયાનુ બજેટ ટુરીઝમને ફાળવાઈ શકે છે.

  • ગુજરાત બજેટને લઇને સૌથી મોટા સમાચાર
  • 24 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનુ બજેટ 
  • અત્યાર સુધીના સૌથી મોટા કદના બજેટની થશે જાહેરાત 


ગુજરાત બજેટને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 24 ફેબ્રુઆરીએ રજૂ ગુજરાત રાજ્યનુ બજેટ રજૂ થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીના સૌથી મોટા કદના બજેટની જાહેરાત થશે. પાપ્ત વિગતો મુજબ ગત બજેટ કરતા 20 ટકા વધુ નાણાંકીય ફાળવણીની જાહેરાત કરાઇ શકે છે. 

ટુરીઝમ ડીપાર્ટમેન્ટ અલગ વિભાગ બનશે
પાપ્ત માહિતી મુજબ સૌથી વધુ બજેટ પ્રવાસન વિભાગને ફળવાશે જેમાં પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. જે સમગ્ર બાબતની ગુજરાતના આગામી બજેટમા જાહેરાત થશે. ટુરીઝમ ડીપાર્ટમેન્ટને અલગ ડીપાર્ટમેન્ટ ઘોષિત કરવાની જાહેરાત થશે. અત્યાર સુધી ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનુ સ્થાન હતુ. અલગ વિભાગ બનવાથી આ વિભાગના ટોપ ટુ બોટમ સ્વતંત્ર અધિકારીઓ નિમાશે.

અંદાજે 2100 કરોડ રુપિયાનુ બજેટ ટુરીઝમને ફાળવાઈ શકે
મળતી વિગતો મુજબ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ના ફળવાયુ હોય એટલુ બજેટ ટુરીઝમને ફળવાઇ શકે છે. અંદાજે 2100 કરોડ રુપિયાનુ બજેટ ટુરીઝમને ફાળવવાની બજેટમા જાહેરાત થઈ શકે છે. અત્યાર સુધી પ્રવાસનને ફાળે અંદાજિત 450 કરોડ રુપિયા આવતા હતા.  સૌથી વધુ બજેટ ફાળવણીમા પ્રવાસન વિભાગ મેદાન મારશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

બજેટ સત્ર પહેલા ભાજપના MLAની મળશે બેઠક
બજેટ સત્ર પહેલા ભાજપના MLAની બેઠક મળશે. આજે સાંજે વિધાનસભામાં ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં CM ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના બજેટ અંગે મંથન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં આ બેઠક મળશે. બજેટ સત્રમાં નવનિયુક્ત MLA પણ હાજર રહેશે અને તેમને બજેટ ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કરાશે. તમને જણાવી દઈએ કે, આવતીકાલથી શરૂ થતાં બજેટ સત્ર 29 માર્ચ સુધી યોજાશે. 29 માર્ચ સુધી યોજાનાર વિધાનસભામાં બજેટ સત્ર અને ત્રણ બિલો પ્રસાર થશે. છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ જાહેર થશે. 

25 દિવસ સુધી ચાલશે બજેટ સત્ર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. મળતી જાણકારી અનુસાર, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ