બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big show of strength of Koli-Thakor community in Botad ahead of Gujarat assembly elections

પ્રતિનિધિત્વ / ચૂંટણી પહેલા બોટાદમાં કોળી-ઠાકોર સમાજનું મોટું શક્તિ પ્રદર્શન, આગેવાનોનો હુંકાર સરકાર અને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે

Vishnu

Last Updated: 12:05 AM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ  અને જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાળીયાનું  કોળી ઠાકોર સમાજના સંમેલનમાં સન્માન કરાયું

  • બોટાદમાં કોળી-ઠાકોર સમાજનું સંમેલન
  • ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરાયું

વિધાનસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે સમાજને  જ્ઞાતિ આધારિત સમીકરણો વધુ સક્રિય થતા હોય છે.સમાજ સંમેલન અને સન્માન સમારોહના બેનર તળે શક્તિપ્રદર્શનો કરીને રાજકીય પાર્ટીઓ પાસે બાહુબલી સાબિત થવાના અવનવા સોગઠાં ગોઠવી ટિકિટ મેળવાના પ્રયાસો વધુ તેજ થતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે કોળી સમાજના સંમેલન બાદ બોટાદમાં કોળી ઠાકોર સમાજ દ્વારા ભાજપના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. બોટાદના ધારાસભ્યના વિવાદ મામલે ભારતીબેન શિયાળે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષો દ્વારા ખોટી અફવા ફેલાવે છે પરંતુ ભાજપની સરકારમાં બોટાદ જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે 

ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું કોળી ઠાકોર સમાજે સન્માન કર્યું
રાજયમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજયમાં બહુમત સમાજ સંમેલનો, સન્માન સમારોહ જેવા બેનરો નીચે કાર્યક્રમો કરી રાજકિય પક્ષો પાસે ઘણી અપેક્ષાઓ સાથે શક્તિ પ્રદર્શન કરવામા આવે છે ત્યારે બોટાદ જિલ્લા કોળી ઠાકોર સમાજ દ્વારા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અરવિંદ વનાળીયાની નિયુક્તિ થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમા રાજયના મંત્રી મુકેશભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી જયારે બોટાદ જિલ્લાભરમાથી મોટી સંખ્યામાં કોળી ઠાકોર સમાજના આગેવાનો, કાર્યકરો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા 

બોટાદમાં વિકાસ જ વિકાસ, વિપક્ષ કાવતરા કરે છે: ભારતીબેન શિયાળ 
આ કાર્યક્રમમાં ભારતીબેન શિયાળે બોટાદના ધારાસભ્યના ચાલતા વિવાદને લઈને જણાવ્યું હતું કે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે કોઈને કોઈ રીતે ચૂંટણીમાં પોતાનું રાજકિય ગણિત સાધીને લોકોને અળવા પાટે ચડાવા વિપક્ષ મથામણ કરી રહ્યું છે પરંતુ જ્યારથી અમારી સરકાર બોટાદ જિલ્લામાં આવી છે ત્યારે અનેક પ્રકારની સુવિધાઓ બોટાદ જિલ્લાને મળી છે 

સમાજ ભેગો થયો છે કોઈ શક્તિ પ્રદર્શન નથી: અરવિંદભાઈ વનાળિયા
સન્માન સમારોહ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના યુવા આગેવાન અને ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાના અધ્યક્ષ અરવિંદભાઈ વનાળિયા એ જણાવ્યું હતું કે જિલ્લાના કોળી સમાજના યુવાનને જિલ્લા કક્ષાએ પાર્ટીમાં પદ મળતું હોય ત્યારે સમાજને લાગણી હોય છે તેના ભાગરૂપે અહીં સમાજ ભેગો થયો છે કોઈ શક્તિ પ્રદર્શનની વાત નથી તેમ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું 

સરકાર, સંગઠનમાં યોગ્ય સ્થાન મળે: આગેવાનો
જ્યારે કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે આ ખાલી સન્માન સમારોહ નથી કોળી સમાજનું એકતાનું શક્તિ શક્તિ પ્રદર્શન છે અને અમારો સમાજ બહુમત સમાજ છે જેથી સમાજની વસ્તી મુજબ રાજકિય અપેક્ષાઓ હોય જ. સમાજની વસ્તી મુજબ સરકાર, સંગઠનમાં સ્થાન મળવું જોઈએ. તેવો મંચ પર આગેવાનોએ હુંકાર પણ ભર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ