9 મી ઓગસ્ટે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 12.30 કરોડ ખેડૂતોને 9 મા હપ્તામાં 2000 રુપિયાના મળવાના છે પણ અરજીઓમાં ભૂલ હોવાને કારણે 2.77 કરોડ ખેડૂતોને પેસા મળવાના નથી.
9 મી ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં જમા થશે 19000 કરોડ
12.30 કરોડ ખેડૂતોને 9 મા હપ્તામાં 2000 રુપિયાના મળવાના છે
અરજીઓમાં ભૂલ હોવાને કારણે 2.77 કરોડ ખેડૂતોને પેસા નહીં મળે
27.50 લાખ ખેડૂતોની લેવડદેવડ નિષ્ફળ થઈ
1.63 લાખ ખેડૂતોની અરજીઓ પહેલેથી રદ કરી દેવાઈ
લગભગ 27.50 લાખ ખેડૂતોની લેવડદેવડ નિષ્ફળ થઈ છે અને 31.63 લાખ ખેડૂતોની અરજીઓ પહેલેથી રદ કરી દેવાઈ છે. જો ખેડૂતો 9 મી ઓગસ્ટ પહેલા ભૂલો સુધારી લે તો તેમને પૈસા મળવાની શક્યતા છે.
આ રીતે ભૂલો સુધારી લેજો
1. રજીસ્ટ્રેશન સમયે થયેલી ભૂલો સુધારવા માટે, પહેલા તમે વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
2. હવે 'ફાર્મર્સ કોર્નર' ના વિકલ્પ પર ક્લિક કરો.
3. આ પછી તમને 'આધાર એડિટ' નો વિકલ્પ દેખાશે, અહીં તમે તમારા આધાર નંબરમાં સુધારો કરી શકો છો.
5. જો તમે તમારા બેંક ખાતા નંબરમાં ભૂલ કરી હોય, તો તમારે તેને સુધારવા માટે કૃષિ વિભાગની કચેરી અથવા એકાઉન્ટન્ટનો સંપર્ક કરવો પડશે.
ચૂંટણીમાં થતું નુકશાન અટકાવવા સરકાર સક્રિય
આગામી વર્ષે યુપી સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને હાલમા ખેડૂત આંદોલન પર ચરમસીમાએ ચાલી રહ્યું છે તેવે ટાણે ખેડૂતોને મનાવવા જરુરી હોવાથી કેન્દ્ર સરકારે આ રકમ રિલિઝ કરવાની તૈયારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ચૂંટણીમાં થતા નુકશાનમાંથી બચવા માટે પીએમ કિસાન સમ્માન નિધિનો આગામી હપ્તો 19000 કરોડ રુપિયા 9 મી ઓગસ્ટે જારી કરવાની તૈયારીમાં છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની આગેવાનીમાં 9 ઓગસ્ટે એક જ વખતે તમામ લાભાર્થીઓને આ રકમ ટ્રાન્સફર કરવાની યોજના ચાલી રહી છે. છેલ્લો હપ્તો 14 મે ના રોજ આપવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ 9.5 કરોડ લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા કરાવવાના છે.
કિસાન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રુપિયા આપે છે
કેન્દ્ર સરકારે કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રુપિયા આપે છે. 2-2 હજારના ત્રણ હપ્તામાં આ પૈસા ખેડૂતોના ખાતામાં સીધી રીતે જમા થઈ જાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હપ્તા મળી ચૂક્યા છે અને 9 મો હપ્તો ટૂંક સમયમાં જારી થશે.