બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Big news regarding OBC reservation in Gujarat, report to be submitted in 15 days, OBC commission ready to give 27 percent reservation: source

ગુજરાત / OBC અનામતને લઈને મોટા સમાચાર, 15 દિવસમાં રિપોર્ટ સોંપાશે, 27 ટકા અનામત આપવા OBC પંચ તૈયારઃ સૂત્ર

Vishnu

Last Updated: 09:56 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OBC પંચ ગુજરાત સરકારને 15 દિવસમાં સુપરત કરી શકે છે રિપોર્ટ, 27 ટકા અનામત આપવા OBC પંચ તૈયારઃ સૂત્ર

  • OBC અનામતને લઈને મોટા સમાચાર
  • 15 દિવસમાં OBC પંચ સુપરત કરી શકે છે રિપોર્ટ
  • કેબિનેટ બેઠકમાં રિપોર્ટને લઈને થશે ચર્ચા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પંચાયતની ચૂંટણીમાં અનામતનો રાગ આજે ભાજપ અને કોંગ્રેસ બંનેએ છેડ્યો છે. ગઈકાલે ગુરુવારે ભાજપે OBC આયોગની મુલાકાત કરીને OBCને વધુમાં વધુ ટકા અનામત મળે તેવી રજૂઆત કરી છે. તો કોંગ્રેસે આયોગને એવી રજૂઆત કરી છે કે OBCની વસ્તી ગણતરી કરવામાં આવે. 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઇએ. કોંગ્રેસે ચીમકી પણ આપી કે જો OBCને અન્યાય થશે તો સરકારે ભોગવવું પડશે. પંચાયતમાં OBC અનામતની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ પણ કોંગ્રેસે કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ OBCને રીઝવવા માટે કોઇ કસર છોડવા નથી માગતી. હવે આયોગને રજૂઆત કરવા કોંગ્રેસ પહોંચે તો ભાજપ પણ બેસી રહે તેમ નથી. ભાજપે પણ એક પ્રતિનિધિ મંડળ મોકલી અને આ જ બાબતે રજૂઆત કરાવી દીધી. 

27 ટકા અનામત આપવા OBC પંચ તૈયાર: સૂત્ર
ત્યારે ગુજરાતમાં OBC અનામતને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે  15 દિવસમાં OBC પંચ ગુજરાત સરકારને રિપોર્ટ સુપરત કરી શકે છે તે સિવાય સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ 27 ટકા અનામત આપવા OBC પંચ તૈયાર થઈ ગયું છે. રિપોર્ટ સોંપ્યા બાદ કેબિનેટ બેઠકમાં OBC અનામતને લઈ ચર્ચા વિચારણા થશે જે બાદ નિર્ણય જાહેર કરવામાં આવશે.

નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી છે.આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી છે.

કઈ રીતે OBC પંચ કરી રહ્યું છે કામ?
સમર્પિત આયોગને નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર મુખ્ય ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની થાય છે જેમાં રાજયની અંદર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે પછાતપણા ના સ્વરૂપ અને અસરો અંગે સંપૂર્ણ અને કાળજીપૂર્વક તપાસ કરવા માટે એક સમર્પિત આયોગની સ્થાપના કરવી,આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજયની સંસ્થા મુજબ જોગવાઈ કરવા માટે અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું,જેથી કરીને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંધન ન થાય. તેમજ કોઈપણ સંજોગોમાં આવી અનામત SC/ST/OBC ની તરફેણમાં અનામત રાખવામાં આવેલી બેઠકો કુલ બેઠકોના ૫૦ ટકાથી વધુ ન હોવી જોઈએ જેવી બાબતોને આવરી લેવાઈ છે

આ આયોગ દ્વારા તા.૧૩/૦૭/૨૦૨૨ થી કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં રાજ્યમાં તમામ ગ્રામ પંચાયતો,તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો,નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં તા.૦૧/૦૧/૨૦૨૨ ની સ્થિતિએ અન્ય પછાત વર્ગની ગામવાર, તાલુકાવાર,જિલ્લાવાર,નગરપાલિકા અને મહાનગરપાલિકાવાર અન્ય પછાત વર્ગની વસ્તી નક્કી કરી તેની ટકાવારીના ધોરણે સંસ્થાવાર અન્ય પછાત વર્ગો માટે બેઠકો નિયત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આયોગ દ્વારા કામગીરીના ભાગરૂપે આ કામગીરીના સંદર્ભમાં રાજ્યમાંથી તમામ રાજકીય પક્ષો,સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ,પ્રજાના પ્રતિનિધિઓ,રાજકીય આગેવાનો,પ્રતિષ્ઠિત આગેવાનોની રૂબરૂમાં તથા લેખિતમાં રજૂઆતો મેળવવામાં આવી છે.

રાજકીય પક્ષો અને સામાજિક આગેવાનોની સેન્સ લીધી
વધુમાં આયોગ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓને ચાર ઝોનમાં વહેચી દક્ષિણ ગુજરાતમાં સુરત,મધ્ય ગુજરાતમાં વડોદરા, ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને સોરાષ્ટ્રના જિલ્લાઓ માટે રાજકોટ ખાતે તા.૨૧/૦૮/ ૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ દરમ્યાન આયોગ દ્વારા રૂબરૂમાં જે તે ઝોનના જિલ્લાઓના પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યાં છે. તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ આયોગના ચેરમેન દ્વારા અન્ય પછાત વર્ગ અંગેના નિષ્ણાતો,ઇતિહાસકારો અને અન્ય પછાત વર્ગ અંગે જાણકારી ધરાવતા નિષ્ણાતો સાથે બેઠક રાખી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તેજ રીતે આયોગની કામગીરીના ભાગરૂપે રાજ્યમાં માન્ય અને અમાન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ આજે ગાંધીનગર ખાતે સાંભળવામાં આવ્યાં છે અને તેમની રજૂઆતો મેળવવામાં આવી છે. આયોગને મળેલી તમામ લેખિત, મૌખિક અને ઇ-મેઇલ દ્વારા મળેલી રજુઆતોનો અભ્યાસ કરી નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશોની મર્યાદામાં રહીને આયોગ પોતાના અહેવાલમાં વ્યાજબી રજુઆતો ધ્યાને લઇને પોતાના અહેવાલમાં રાજ્ય સરકારને ભલામણ કરશે. 

ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો: ભરત ડાંગર
ગત રોજ ભાજપ નેતા ભરત ડાંગરે નિવેદન આપતા કહ્યું હતું કે ગુરુવારે ભાજપ ડેલિગેશને આયોગ સમક્ષ રજૂઆત કરી છે. ભાજપ હંમેશા તમામ સમાજોની સાથે છે. ભાજપની સરકાર બન્યા બાદ 27 ટકા અનામતનો પ્રસ્તાવ મંજૂર કરાયો. અગાઉ કોંગ્રેસે બધા જ કમિશનોની ભલામણો અટકાવી દીધી હતી. ભાજપ OBC લોકોને ન્યાય માટે કટિબદ્વ છે. ચૂંટણીમાં OBCને વધુમાં વધુ ટકા અનામત મળે તેવી રજૂઆત કરી છે.

વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં 27 ટકા અનામતની માંગ : કોંગ્રેસ
ગત રોજ કોંગ્રેસ નેતાઓની OBC કમિશનની મુલાકાત બાદ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આયોગને રજુઆત કરી છે કે ઓબીસીની વસ્તી ગણતરી કરવામાં આવે.52 ટકા ઓબીસી ની વસ્તી હોય તો 10 ટકાના બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. સરકારી નીતિ નિયમો અનુસાર વસ્તી ગણતરી પ્રમાણે મળવી જોઈએ. તે મુજબ વસતી પ્રમાણે OBC અનામત આપવામાં આવે છે, બજેટમાં જોગવાઈ થવી જોઈએ. OBCને અન્યાય થશે તો સરકારે ભોગવવું પડશે. 

OBC અનામત વિધાનસભા ચૂંટણીનો મુદ્દો
હવે અનામતને લઇને નિર્ણય OBC આયોગ કરશે. આમ, જ્યારે નિર્ણય આવશે એટલે જશ મેળવવા બંને પક્ષો મેદાને આવશે તે નક્કી છે. સવાલ એ છે કે OBC અનામત મુદ્દે ભાજપ-કોંગ્રેસની રજૂઆત ચૂંટણી લક્ષી છે કે પછી ખરેખરમાં આ બન્ને પક્ષો, પરોક્ષ રીતે એક મુદ્દે એકમત થયા છે?.  પંચાયતમાં OBC અનામત હટાવ્યા બાદનો રોડમેપ શું છે?. OBC આયોગ ગ્રામ પંચાયતમાં કેટલી અનામત આપશે? અને અનામતથી રાજકીય પક્ષોને વિધાનસભા ચૂંટણીમાં કેટલી લાભ મળશે તે સમય જ બતાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ