બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Big news regarding new education policy, arts, commerce and science students can do internship

પહેલ / નવી એજ્યુકેશન પોલિસી અંગે મોટા સમાચાર, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ કરી શકશે ઇન્ટર્નશીપ, ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

Vishal Khamar

Last Updated: 06:20 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓનાં વિદ્યાર્થીઓ પણ હવે કંપનીમાં ઈન્ટરનીશીપ કરી શકશે. ત્યારે આવા વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ તો YUVA પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 7 રાજ્યાં પાયલોટ પ્રોજેક્ટ NSS હેઠળ શરૂ કરાયું છે.

  • આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ પણ  કંપનીઓમાં 45 દિવસ કરી શકશે ઇન્ટરનશીપ
  • નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પાયલોટ પ્રોજેકટ તરીકે 7 રાજ્યમાં ગુજરાતનો કરાયો સમાવેશ
  • આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પંજાબ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થયો પાયલોટ પ્રોજેકટ

નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં 7 રાજ્યમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આર્ટ્સ, કોમર્સ તેમજ સાયન્સનાં વિદ્યાર્થીઓ પણ કંપનીઓમાં 45 દિવસ ઈન્ટરનશીપ કરી શકશે. આ પાયલોટ પ્રોજેક્ટમાં આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડું, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થયો છે.  જેમાં વિદ્યાર્થીઓ કંપનીમાં ઈન્ટરનશીપ કરવા માંગતા હશે તેઓએ કેન્દ્ર સરકારનાં YUVA  પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.  7 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટને NSS  હેઠળ શરૂ કરાયું છે. અત્યાર સુધી એન્જીનીંયરિંગ કે ટેકનિકલ વિદ્યાર્થીઓ જ ઈન્ટરનશીપ કરતા હતા. હવે NSS  ગુજરાત દ્વારા વધુને વધુ વિદ્યાર્થીઓ અને કંપનીઓ પ્રોજેક્ટમાં જોડાય તેવો પ્રયાસ લોકો કરી રહ્યા છે. 

રમતગમત તેમજ યુવા મંત્રાયલ દ્વારા NSS નાં માધ્યમથી 7 રાજ્યોમાં પાયલોટ પ્રજેક્ટ શરૂ કર્યો

આ બાબતે ગુજરાતનાં NSS  નાં રિઝનલ ડાયરેક્ટર ર્ડા, કમલકુમાર કરે જણાવ્યું હતું કે,  રમતગમત તેમજ યુવા મંત્રાયલ દ્વારા NSS નાં માધ્યમથી 7 રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટમાં NSS સિવાય NCC, કોલેજનાં વિદ્યાર્થીઓએ યુવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

પોર્ટલનાં માધ્યમથી બાળકોને ટ્રેનિંગ મળશેઃ ર્ડા. કમલકુરમાં કર
ત્યારે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અવાર નવાર કંપનીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી પાસે મેન પાવર નથી. તેમજ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન તેમજ સ્કૂલમાં ભણવાનું પૂર્ણ કર્યા બાદ ક્યાં ફિલ્ડમાં જવું તેણે આગળ શું કરવું તે નિર્ણય લઈ શકતા નથી. જેને ધ્યાનમાં રાખીને આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.  ત્યારે આ પોર્ટલનાં માધ્યમથી રાજ્યમાં જેટલા પણ બિઝનેસ ઓસોસિયેટ્સ જેવા કે બેંકીંગ સેક્ટર, એલઆઈસી સેક્ટર,  ફાયનાન્સ સેક્ટર, ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર છે.  તે તમામ લોકો સાથે અમે એપ્રોચ કરી રહ્યા છીએ. ત્યારે બાળકોને આ કાર્યક્રમનાં માધ્મયમથી છોકરાઓને ટ્રેનિંગ મળશે. જે બાદ તેઓ આગળ જઈને પોતાનો વેપાર ધંધો પણ શરૂ કરી શકે છે. 


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ