બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Big news: Govt extends OBC reservation commission term before local swaraj elections, see how much

રિપોર્ટની રાહ / મોટા સમાચાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા OBC અનામત કમિશનની મુદ્દતમાં સરકારે કર્યો વધારો, જુઓ કેટલો

Vishal Khamar

Last Updated: 06:58 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત નક્કી કરવા માટે કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો.જ્યારે કમિશનની રચના કરવામાં આવી ત્યારે 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવાયું હતું.

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલો
  • જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમાં ફરી એક વખત વધારો કરાયો
  • જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી વધારી આપવામાં આવી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે રચાયેલ કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.  જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દતમાં ફરી એક વખત વધારો કરવામાં કરાયો છે.  જસ્ટિસ ઝવેરી કમિશનની મુદ્દત 12 માર્ચ સુધી વધારો કરવામાં આવ્યો છે.  ત્યારે જ્યારે જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેઓને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવાયું હતું. 

રાજ્ય સરકાર કમિશનના રીપોર્ટની રાહ જોઈ રહી છેઃ ઋષિકેશ પટેલ
 OBC અનામત બાબતે કમિશનના રીપોર્ટ અંગે ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કમિશન દ્વારા રીપોર્ટ આવ્યા બાદ સરકાર ઓબીસી મુદ્દે અમલવારી કરશે. ત્યારે રાજ્ય સરકાર કમિશનના રીપોર્ટની રાહ જોઈ રહી છે.
 રાજ્ય સરકારે જુલાઈ 2022 માં આયોગની રચના કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ.  ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.  આ મામલે રાજ્ય સરકારે જુલાઈ 2022 માં આયોગની રચના કરવામાં આવી હતી.
ચૂંટણી આયોગને ચૂંટણી યોજવા માટે 40 થી 60 દિવસનો સમય જરૂરી
ત્યારે આગામી સમયમાં ચૂંટણી યોજવા માટે ચૂંટણી આયોગને 40 થી 60 દિવસનો સમય જરૂરી છે. ત્યારે માર્ચ મહિનાના અંત સુધીમાં 7103 ગ્રામ પંચાયતો,  બનાસકાંઠા અને ખેડા એમ બે જીલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત તેમજ 72 નગરપાલિકાઓની ચૂંટણીમાં મુશ્કેલી સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સરકાર ઓબીસી સમાજને ન્યાય નથી આપી રહીઃઅમિત ચાવડા
 આ મામલે કોંગ્રેસના અમિત ચાવડાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો છતાં સરકારે પગલા નથી લીધી. તેમજ વહીવટદાર દ્વારા વહીવટ કરવામાં આવે છે.  ત્યારે જો જલ્દી નિર્ણય કરવામાં નહી આવે તો 7 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂંક કરવામાં આવશે.  6 મહિનાથી વધુ સમય વહીવટદાર ન રાખી શકાય. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર ઓબીસી સમાજને ન્યાય નથી આપી રહી. સરકારના માનીતા વહીવટ કરી રહ્યા છે. ત્યારે આ મામલે તાત્કાલિક સરકારને રીપોર્ટ આપવામાં આવે તેમ જણાવ્યું હતું.
નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી છે.આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી છે.
કઈ રીતે OBC પંચ કરી રહ્યું છે કામ?
સમર્પિત આયોગને નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર મુખ્ય ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની થાય છે જેમાં રાજયની અંદર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે પછાતપણા ના સ્વરૂપ અને અસરો અંગે સંપૂર્ણ અને કાળજીપૂર્વક તપાસ કરવા માટે એક સમર્પિત આયોગની સ્થાપના કરવી,આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજયની સંસ્થા મુજબ જોગવાઈ કરવા માટે અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું,જેથી કરીને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંધન ન થાય. તેમજ કોઈપણ સંજોગોમાં આવી અનામત SC/ST/OBC ની તરફેણમાં અનામત રાખવામાં આવેલી બેઠકો કુલ બેઠકોના ૫૦ ટકાથી વધુ ન હોવી જોઈએ જેવી બાબતોને આવરી લેવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ