બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Big news for candidates preparing for Gram sevak Class-3 recruitment, new topics added

નિર્ણય / ગ્રામસેવક ક્લાસ-3ની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, નવા વિષયો ઉમેરાયા

Vishnu

Last Updated: 10:33 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ કરી જાહેરાત કરતાં કહ્યું કે ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો

  • પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો નિર્ણય
  • ગ્રામસેવક ક્લાસ-3ની ભરતીમાં ઉમેર્યા વિષય

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાઓને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ કરવાનો મહત્ત્વનો અને યુવાહિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રજૂઆતોને લઈ કરાયો નિર્ણય
મંત્રી મેરજાએ ઉમેર્યું કે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા પંચાયત સેવાની ગ્રામસેવક વર્ગ-૩ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બધા જ બી.આર.એસ. સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી, જેને ધ્યાને લઈને આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી
મંત્રીએ જણાવ્યું કે રાજયના વધુમાં વધુ યુવાનો ગ્રામવિકાસની કામગીરીમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી આ યુવાહિતલક્ષી નિર્ણય કરાયો છે. જે અનુસાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બી.આર.એસ.)નો પંચાયત સેવા વર્ગ-૩ની ભરતીમાં સમાવેશ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ