બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Big news about IPL 2024: This decision can be taken in view of the Lok Sabha elections

BIG NEWS / IPL 2024ને લઈને મોટા સમાચાર: લોકસભા ચૂંટણીને જોતાં લેવાઈ શકે છે આ નિર્ણય, જાણો શું

Priyakant

Last Updated: 12:49 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News: આગામી IPL 2024 વિદેશમાં પણ યોજાય તેવી શક્યતા, તેનું મુખ્ય કારણ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી

  • IPL 2024ને લઈને એક મોટા સમાચાર 
  • IPL 2024 વિદેશમાં પણ યોજાય તેવી શક્યતા
  • આગામી વર્ષે યોજાનાર છે લોકસભાની ચૂંટણી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPLની આગામી એટલે કે 2024 સીઝનને ઝડપી બનાવવા તૈયારીઓ કરી રહ્યું છે. આ ઉપરાંત આગામી IPL 2024 વિદેશમાં પણ યોજાય તેવી શક્યતા છે. તેનું મુખ્ય કારણ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી છે. 

BCCIના એક સૂત્રએ જણાવ્યું કે,  આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે IPL 2024 માટે વિન્ડો શોધીને ટુર્નામેન્ટ વહેલું થઈ શકે છે. અમે જાણીએ છીએ કે, ચૂંટણી થવાની છે અને આ તમામ બાબતો અમારી યોજનામાં સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો IPL 2024 આવતા વર્ષે માર્ચની શરૂઆતમાં થઈ શકે છે. ઉપરાંત તે મેના મધ્યમાં સમાપ્ત થઈ શકે છે. જોકે અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 પર છે. IPL 2024 ને આડે ઘણો સમય બાકી છે.  

વિદેશમાં પણ ટુર્નામેન્ટ યોજી શકાય છે
વિદેશમાં IPL યોજવા અંગે BCCIના સૂત્રએ કહ્યું કે,આ પહેલા પણ અમે ચૂંટણી અને ટૂર્નામેન્ટ બંનેનું સંચાલન ખૂબ જ સારી રીતે કર્યું છે. જો જરૂર પડશે તો IPL 2024 વિદેશમાં પણ થઈ શકે છે. જોકે અમારી પ્રથમ પ્રાથમિકતા માત્ર ભારતમાં જ ટુર્નામેન્ટ યોજવાની રહેશે. વર્તમાન પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. જોકે હજી ઘણો સમય છે, તેથી આપણે હવે તેના વિશે વાત કરવી જોઈએ નહીં. છેલ્લી IPL એટલે કે 2023ની સીઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને 5મી વખત ટાઇટલ જીત્યું હતું. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ બંને 5-5 વખત સમાન રીતે ટાઈટલ જીતનારી ટીમ બની ગઈ છે.

લોકસભાની ચૂંટણીને કારણે IPL બે વખત રદ કરવામાં આવી હતી 
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીના કારણે અત્યાર સુધીમાં 2 વખત IPL ભારતની બહાર કરવામાં આવી છે. 2009ની લોકસભા ચૂંટણીને કારણે IPLનું આયોજન દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી 2014માં લોકસભા ચૂંટણીના કારણે IPL ભાગોમાં કરવામાં આવી હતી. ત્યારબાદ અડધી ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી જ્યારે બાકીની મેચો યુએઈમાં યોજાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ