બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Big decision regarding opening of schools and colleges in the Gujarat

શિક્ષણ વિભાગ / રૂપાણી સરકારનો મોટો નિર્ણય: ધો.12 અને કોલેજો આ તારીખથી 50 ટકા કેપેસિટી સાથે કરાશે શરૂ

Published By: Shyam

Last Updated: 07:12 PM, 9 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ૧૫મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે

  • ગુજરાતમાં ધોરણ-12ના ક્લાસ અને કોલેજને શરૂ કરવાનો નિર્ણય
  • મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીમાં લેવાયો નિર્ણય
  • 15મી જુલાઈથી 50 ટકા કેપેસિટી સાથે શાળા અને કોલેજ શરૂ કરાશે

ગુજરાતમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજીસ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. જો કે આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

શિક્ષણ પ્રધાને વડોદરામાં આપ્યું હતું નિવેદન

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધતા માર્ય 2021માં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યાં સૌ પ્રથમ 8 મહાનગર પાલિકામાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. તો થોડા દિવસ અગાઉ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરાની મુલાકાત દરમિયાન શાળાઓ અને કોલેજો ખોલવા અંગે કહ્યું હતું કે, સરકાર તમામ સ્થિતિનું આંકલન કરીને તબક્કાવાર શાળાઓ અને કોલેજોને ખોલવાની મંજૂરી આપશે. 

આ કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યસચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્રસચિવ એસ.જે.હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Collage Opeing School-Collage gujarat કોરોના સંક્રમણ ગુજરાત શાળા-કોલેજ School-Collage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ