બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big decision of the state government regarding Government office

ગાંધીનગર / રાજ્ય સરકારનો મોટો નિર્ણય : 20 એપ્રિલથી 33 ટકા સ્ટાફ સાથે આ સ્થળો સિવાય સરકારી કચેરીઓ ફરી ધમધમશે

Kavan

Last Updated: 10:58 PM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. તો ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાતા કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસના એકપણ કેસ નોંધાયા નથી ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 20 એપ્રિલથી રાજ્યની સરકારી કચેરીઓ ફરી ધમધતી થશે.

  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • 20 એપ્રિલ બાદ તમામ સરકારી કચેરીઓ ચાલુ થશે
  • 33 ટકા સ્ટાફ સાથે કચેરીઓમાં કામકાજ શરૂ કરાશે

પ્રાપ્ત થતી જાણકારી અનુસાર,રૂપાણી સરકારે આગામી 20 એપ્રિલથી રાજ્યમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે તાજેતરમાં કરેલ એક જાહેરાત અનુસાર, આગામી 20 એપ્રિલથી સરકારી કચેરીઓ પણ ફરી રાબેતા મુજબ થશે. 

33 ટકા સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ફરી ધમધમતી થશે 

જો કે, આ અંગે વધુમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી કચેરીઓ 33 ટકા સ્ટાફ સાથે ફરી ધમધમતી થશે જો કે, બાકીના કર્મચારીઓ ઘરે બેઠાં કામ કરશે. આ સાથે રાજ્યના હોટસ્પોટ વિસ્તાર, બફર ઝોન અને ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ બંધ રહેશે. 

કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખશે

આ સાથે જ તમામ કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે આજરોજ મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં આગામી 20 એપ્રિલથી જે છૂટછાટ આપવામાં આવશે તેની જાહેરાત કરી હતી જે નીચે મુજબ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus કોરોના વાયરસ રાજ્ય સરકાર સરકારી કચેરી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ