બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhuj Municipality Chief Officer Jigar Patel suspended
ADVERTISEMENT
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોય એવો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સામે શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
ભુજમાં યોજવામાં આવ્યો હતો CMનો કાર્યક્રમ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ભુજમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સરકારના વિકાસ કાર્યની ગાથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં કરી રહ્યાં હતા. તેમજ અધિકારીઓને મહત્વના સૂચનો આપતા હતા. આ દરમિયાન શ્રોતાગણમાં બેઠેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યાં હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.